Sunday, April 19, 2026
HomeGujaratRajkotરાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પહોંચશે મૂળ સુધી? ઓનલાઈન સટ્ટો રમતા ડૉકટર સહિત 2...

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પહોંચશે મૂળ સુધી? ઓનલાઈન સટ્ટો રમતા ડૉકટર સહિત 2 ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: ઓનલાઈન સટ્ટાના (Online Betting) હજાર કરોડના વ્યવહારો ઝડપાઈ રહ્યા છે પરંતુ છતાં પણ બુકીઓનો (bookie) વ્યવસાય બંધ નથી થતો તે વાત શંકા ઉપજાવે તેવી છે. એવામાં રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના (Rajkot Crime Branch) પી.આઈ. બી.ટી. ગોહિલની ટીમે દરોડો કરી allpaanel.com પર સટ્ટો રમતા ડૉકટર સહિત બેને ઝડપી લીધા છે. આ પ્રકારે અગાઉ પણ રાજકોટ શહેર પોલીસે ઓનલાઈન સટ્ટો (online Gambling) રમતા આરોપીઓને ઝડપી પાડ્યા છે પરંતુ ભેદી રીતે ગેમ્બલિંગ વેબસાઈટ ચલાવનારા અને બેન્ક ખાતાના હોલ્ડરો સુધી પોલીસ ક્યારેય પહોંચી હોય તેવી જાણકારી મળી નથી. આ કિસ્સામાં પણ નોંધાયેલી ફરિયાદ પરથી જણાય છે કે ક્રાઈમ બ્રાન્ચે માત્ર આરોપીઓને ઝડપી તેમના પુરતી જ વાત સીમિત રાખવા પ્રયાસ કર્યો છે.

ઘટનાની વિગત એવી છે કે આજરોજ તારીખ 3 માર્ચના રોજ રાજકો શહેર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન સટ્ટો રમતા 2 આરોપી ઝડપી પાડ્યા છે. જેમાં આરોપી ડૉ. મહેશ ભૂત અને દર્શીલ રામાણી allpaanel.com વેબસાઈટ પર સટ્ટો રમતા ઝડપાયા છે. બંને આરોપી મોબાઈલ મારફતે ઓનલાઈન સટ્ટો રમી રહ્યા હોય તેવી બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે શહેરના બેકબોન શોપિંગ સેન્ટર નજીકથી બંનેને ઝડપી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સાથે જ જણાવાયું છે કે આરોપી ડૉ. મહેશ ભૂતે મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગલોર વચ્ચે ચાલતી મેચમાં રૂપિયા 10 હજારનો સોદો કર્યો હતો. જ્યારે દર્શીલ રામાણીએ રૂપિયા 1 હજારનો સોદો કર્યો હતો. આમ આરોપીઓ વિરૂધ્ધ પોલીસે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

- Advertisement -

પરંતુ અત્રે સવાલ એ પેદા થાય છે કે આરોપીઓ દ્વારા આ વેબસાઈટનું આઈ.ડી. કેવી રીતે મેળવાયું અને ક્યાંથી આવ્યું તેમજ આરોપીઓ સટ્ટાના રૂપિયાની લેવડદેવડ માટે જે બેન્ક ખાતાનો ઉપયોગ કરતા હતા તેના માલિકો કોણ આવા સવાલો સુધી પોલીસ પહોંચી નથી. માત્ર સટ્ટો રમતા આરોપીઓ પુરતી જ વાત સીમિત રાખવામાં આવી હોય તેમ જણાય છે. ત્યારે સવાલ પેદા થાય છે કે રાજ્યમાં ઓનલાઈન સટ્ટાનો ગોરખધંધો ખુલ્લેઆમ અખબારોમાં જાહેરાત આપી ચાલી રહ્યો છે છતાં પણ પોલીસ આવી ફરિયાદો સમયે મૂળ સુધી જવામાં કોની શરમ ભરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજકોટના રાકેશ રાજદેવના સટ્ટાના રૂપિયા 1400 કરોડના વ્યવહારો પકડી પાડ્યા હતા. ઉપરાંત તાજેતરમાં જ અમદાવાદ પી.સી.બી.ના તરલ ભટ્ટે માધુપુરામાંથી ઓનલાઈન સટ્ટાનું હજારો કરોડ રૂપિયાનું રેકેટ ઝડપી પાડ્યું છે. આ કેસમાં પણ allpannel.com નામની વેબસાઈટનો ઉલ્લેખ છે. આમ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓનલાઈન સટ્ટાના મામલામાં ગંભીરતાથી કાર્યવાહી કરે તો મોટા નેટવર્ક સુધી પહોંચી શકે છે.

આ કેસની તપાસ કરતા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે વાત કરતા તેઓ જણાવે છે કે, આરોપીઓ ઓનલાઈન આઈડી મેળવી જુગાર રમતા હતા અને તે આઈડી પણ ઓનલાઈન મેળવ્યું હતું. તેમજ હારજીતની રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરતા હતા. નવજીવન ન્યૂઝના પત્રકાર જયંત દાફડા દ્વારા આરોપી પૈસા કયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતો હતો? તેવો સવાલ પુછવામાં આવતા તેના જવાબમાં જાડેજાએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જ આરોપીઓને પકડેલા હોય હજુ તપાસ ચાલી રહી છે હજુ સુધી આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યા નથી. મહત્વની વાત છે કે પોલીસ જુગાર અટકાયતી ધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી આરોપીની રિમાન્ડ તો મેળવી શકે નહીં. વળી જામીન લાયક ગુનો હોય આરોપી 24 કલાકથી વધારે પોલીસ કસ્ટડીમાં પણ રહેશે નહીં. તો આ સ્થિતીમાં કેવી રીતે રાજકોટ પોલીસ તપાસ કરશે અને ગુનાના મૂળ સુધી પહોંચી શકશે એ તો હવે રાજકોટ શહેર પોલીસ જ સમજે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular