Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadજાહેરમાં કચરો ફેંકતા વ્યક્તિનું એક્ટિવા જપ્ત! ગંદકી ફેલાવતા લોકો ચેતજો નહીં તો...

જાહેરમાં કચરો ફેંકતા વ્યક્તિનું એક્ટિવા જપ્ત! ગંદકી ફેલાવતા લોકો ચેતજો નહીં તો ખેર નથી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad AMC News: અમદાવાદમાં (Ahmedabad) જાહેરમાં ગંદકી કરતા અને કચરો ફેંકતા (throwing Waste in Public)લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કડક હાથે કામ લઈ રહ્યું છે. મનપાએ કચરો ફેંકતા અને ગંદકી કરતા લોકો પર કેટલાક સમયથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અનેક એકમોને મનપા દ્વારા નોટિસ ફટકારવાથી દંડ અને મિલકત સીલ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે રાત્રીના સમયે જાહેરમાં કચરો નાખવા આવેલા વ્યક્તિની એક્ટિવા જપ્ત (Activa Seized) કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Ahmedabad amc checking
Ahmedabad amc checking

અમદાવાદમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત AMCના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરના સાતેય ઝોનમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સિલ્વર ટ્રોલી અને ડોર ટુ ડોર કચરો એકત્રીત કરવામાં આવે છે. તેમ છતાં કેટલાક લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોય છે. જેથી આવા લોકો સામે કાર્યવાહી કરવા માટે ગઈકાલે સોલિડ વેસ્ટ વિભાગની અને એસ્ટેટ વિભાગની સંયુક્ત રાત્રિ ફલાઈંગ સ્કવૉડની રચના કરવામાં આવી હતી.

- Advertisement -

રાત્રિ ફલાઈંગ સ્કવૉડ દ્વારા વિરાટનગર વોર્ડમાં આવેલા બેનર એસ્ટેટની પાસે સોમા ટેક્ષટાઈસની નજીક ફૂટપાથ પર ઈન્ડસ્ટ્રીયલ એકમો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા લોકોને ઝડપી પાડવા માટે રાત્રિના 11 કલાકથી વૉચમાં ગોઠવાઈ હતી. આ દરમિયાન એક એક્ટીવા વાહન ચાલક દ્વારા કચરો ફેંકવામાં આવતા ફ્લાઈંગ સ્કવૉડે ઝડપી પાડ્યો હતો. ફ્લાઈંગ સ્કવૉડ જાહેર રોડ પર કચરો ફેંકી ગંદકી ફેલાવવાના ગુના બદલ એક્ટીવા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અગાઉ પણ શાહીબાગ વિસ્તારમાં AMC દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકતા એક્ટિવા ચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. AMC આગામી દિવસોમાં પણ રાત્રિ દરમિયાન જાહેરમાં કચરો ફેંકનાર સામે ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવાની છે તેવા અહેવાલ મળી રહ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular