નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar: એક તરફ આપણે ગુજરાતી હોવાનુ ગર્વ લઈ રહ્યા છીયે અને ગાંધીના ગુજરાતના નામે દેશ અને દુનિયામાં ડંકા વગાડી રહ્યા છીયે, ત્યારે ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી (liquor ban in Gujarat) હોવા છતાં પોલીસની નબળી કામગીરીના કારણે ઠેર-ઠેર દારૂ વેચાઇ રહ્યો છે. વિધાનસભામાં (Gujarat Assembly) સરકારે આપેલા આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 210 કરોડથી વધુનો દારૂ પકડવામાં (Liquor Caught in Gujarat)આવ્યો છે અને આ સરકારી આંકડો છે એ આપણે યાદ રાખવું જોઈએ. સરકારના આ જવાબ બાદ સામાન્ય માણસને એક જ પ્રશ્ન થાય કે ગુજરાતમાં દારૂબંધીનો (Alcohol prohibition in Gujarat)કડક અમલ થાય છે છતાં પણ દર વર્ષે કરોડો રુપિયાનો દારૂ આવે છે ક્યાંથી?
સૌ કોઈ જાણે જ છે કે ગુજરાતમાં પોલીસના નાક નીચે સર્વત્ર દારૂ વેચાય છે. પોલીસ અવાર નવાર બુટલેગરો પકડે છે, છતાં પણ બુટલેગરો બેખૌફ બનીને દારૂનું વેચાણ તો કરતાં જ રહે છે. કેટલાક નામચીન બુટલેગરો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ જાણે કાયદાનો કોઇ ડર ન હોય તેમ આ બુટલેગરો ફરીથી ગુજરાત બહારથી દારૂનો જથ્થો મગાવીને દારૂનો વેપાર કરતા જ રહે છે. ગ્રામીણ વિસ્તારમાં પણ ઠેર-ઠેર દેશી દારૂની ભટ્ઠીઓ જોવા મળે છે.
આમ સરકારે વિધાનસભામાં આપેલા જવાબ પરથી જણાય છે કે ગુજરાતમાં દારૂબંધીના તમામ દાવા નિષ્ફળ સાબિત થયા છે અને બે વર્ષમાં 210 કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે. 25 જિલ્લામાંથી બે વર્ષમાં કરોડોનો દારૂ પકડાયો છે. આ ઉપરાંત 40.58 અબજનું ડ્રગ્સ, અફીણ, ચરસ અને ગાંજો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ બનાવોમાં 2987 આરોપીઓની ધરપકડ કરવાની હજુ પણ બાકી છે. ત્યારે હવે પ્રશ્નએ સર્જાઈ રહ્યો છે કે અબજોનુ ડ્રગ્સ પકડનારી સરકારની વાહવાહી કરવી કે હજી સુધી આ દૂષણને ખતમ ન કરવાની નિંદા કરવી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








