Friday, June 5, 2026
HomeGeneralપિતાની હત્યાનો બદલો લેવા જૂનાગઢમાં લોહીની હોળી રમાઈ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને...

પિતાની હત્યાનો બદલો લેવા જૂનાગઢમાં લોહીની હોળી રમાઈ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જુનાગઢ: Junagadh Crime News: ધૂળેટીના દિવસે જૂનાગઢના વંથલી (Vanthali) તાલુકાનાં રવની ગામમાં (Ravni Village) એક યુવકની ગોળી મારીને હત્યા (Murder) કરી દેવામાં આવી હતી, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગયો હતો. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ (Junagadh Police) દ્વારા હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના?

જૂનાગઢના વંથલીના રવની ગામમાં રહેતો સલીમ સાંઘ મોડી રાત્રે તેના મિત્ર સાથે પોતાના ખેતરેથી પરત આવી રહ્યો હતો, ત્યારે ગામના પાદરમાં બે વ્યક્તિઓએ સલીમ સાંઘને બાઇક અથડાવી તેને પછાડી દીધી હતો અને ત્યાર બાદ સલીમ કંઇ સમજે તે પહેલાં જ ધડાધડ ગોળીઓ વરસાવી હતી. એકથી વધારે ફાયરિંગ કર્યા બાદ બાઇક પર આવેલા બે ઈસમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

- Advertisement -

આ બાબતની જાણ ગામ લોકોને થતા ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને બાદમાં ગંભીર રીતે ધવયેલા યુવકને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગામના અન્ય લોકોને ગોળીબારની જાણ થતાં જ સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી લોકોનાં ટોળેટોળાં સિવિલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયાં હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સલીમ સાંઘને મૃત જાહેર કર્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ સક્રિય બની હતી. હત્યા મામલે બે ભાગી છુટેલા આરોપીની પોલીસે CCTV ફૂટેજના આધારે ઓળખ કરી શોધખોળ હાથ ધરી હતી. પોલીસે વંથલી તાલુકાના ટીકર ગામમાંથી પોતાની વાડીમાં સંતાયેલા મુખ્ય આરોપી લતીફ અબ્દુલ સાંધ અને તેના મિત્ર મુસ્તાક હનીફ ઉર્ફે મોહમ્મદ અલી દલને ઝડપી પાડ્યા હતા.

મૃતક સલીમ સાંધ પર આરોપી લતીફના પિતા અબ્દુલ સાંધની હત્યાનો 10 વર્ષ પહેલા આરોપ લાગ્યો હતો. ત્યાર બાદ લતીફે પોતાની પિતાની હત્યાનો બદલો લેવા માટે ઉઘાડા પગે ચાલવાની માનતા રાખી હતી. આરોપી લતીફ અબ્દુલ સાંધ અને મુસ્તાક હનીફ દલ સંધી નામના વ્યક્તિઓએ અગાઉ આ ઘટનાને અંજામ આપવા માટે સલીમ સાંધની રેકી કરી હતી અને ધુળેટીના દિવસે જ તેને મોતને ઘાટ ઉતારવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને હત્યાના બનાવને અંજામ આપ્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular