Monday, April 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ એરપોર્ટ પર 'ૐ' ના ટેટુએ યુવકનો ભાંડો ફોડ્યો અને પકડાયો

અમદાવાદ એરપોર્ટ પર ‘ૐ’ ના ટેટુએ યુવકનો ભાંડો ફોડ્યો અને પકડાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Latest News: વિદેશ જવા માટે લોકો વિવિધ પ્રકારના માર્ગો અપનાવતા હોય છે. જેમાં કેટલાક લોકો જીવના જોખમે ગેરકાયદેસર રીતે પણ વિદેશ (Bogus Indian Passport) જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે એવો જ એક કિસ્સો અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી સામે આવ્યો છે જેમાં ઈમીગ્રેશન (Ahmedabad Airport Immigration) વિભાગે એક યુવકની અટકાયત કરી છે.

મળતી વિગતો અનુસાર અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુ.કે.થી અમદાવાદ આવેલા વિમાનમાંથી બોપલમાં રહેતો એક યુવક ઉતર્યો હતો. આ યુવક પર ઈમીગ્રેશન વિભાગના કર્મચારીને શંકા જતા તેને અટકાવી પુછપરછ કરવામાં આવી હતી. દરમિયાન યુવકે ઈમીગ્રેશન વિભાગને જવાબ આપવામાં ગલ્લાતલ્લા કરતાં તેની વધુ તપાસ કરવામાં આવતા મોટું કારસ્તાન ખુલ્યું હતું.

- Advertisement -

યુ.કે.થી અમદાવાદ આવેલા યુવકના હાથ પર ૐનું ટેટું (OM Tattoo)હતું અને પાસપોર્ટમાં નામ ક્રિશ્ચિયન હતું જેના કારણે અધિકારીને શંકા ઉપજી હતી. શંકા જતા યુવકને પુછપરછ કરવામાં આવતા યુવક જવાબ આપી શક્યો નહીં. બાદમાં તપાસમાં ખુલવા પામ્યું કે યુવકનું સાચુ નામ તુષાલ પટેલ છે અને તે અમદાવાદના બોપલમાં રહે છે. અને યુવક પાસે પાસપોર્ટ હતો તે બોગસ છે. બાદમાં તેણે કબૂલાત કરી હતી કે, વર્ષ 2021માં મેનેજસ નામની મહિલાએ લંડન લઈ જવા માટે ખાતરી આપી તેના નકલી જન્મપ્રમાણ પત્રને આધારે બોગસ પાસપોર્ટ બનાવી આપ્યો હતો. બાદમાં યુવકને ઑગસ્ટ માસમાં ફેમિલી પરમિટ ટુ જોઈન વિઝાના આધારે યુ.કે. પહોંચાડ્યો હતો. જે માટે મહિલાએ યુવક પાસેથી રૂપિયા 30 લાખની માતબાર રકમ મેળવી હતી.

આ મામલે યુવકની કબૂલાતના આધારે ઈમિગ્રેશન વિભાગે બોગસ પાસપોર્ટના આધારે મુસાફરી કરી વિદેશ અને ભારતમાં પ્રવેશ કરતા યુવક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tag: Bhopal Youth Who Went To UK On A Bogus Indian Passport

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular