Monday, April 20, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટમાં ક્રુઝ દોડશે! જૂઓ કેવી હશે સુવિધાઓ

અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટમાં ક્રુઝ દોડશે! જૂઓ કેવી હશે સુવિધાઓ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદની સાબરમતી નદી (Sabarmati river in Ahmedabad) પર બનેલા રિવર ફ્રન્ટ (Sabarmati Riverfront) પર હવે ક્રુઝ સર્વિસ (Cruise reaches Ahmedabad’s riverfront) શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે વાસણા બેરેજ ખાતે એક વિશાળ રિવર ક્રુઝનું નિર્માણ થઈ રહ્યું છે. અગાઉથી જ તૈયાર થયેલી ક્રુઝનું હાલ એસેમ્બલિંગ ચાલતું હોય ત્રણેક મહિનામાં આ સેવા શરૂ થાય તેવી શક્યતા છે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક નવી સુવિધાની શરૂઆત થવા જઈ રહી છે. જેમાં નાગરિકો માટે સાબરમતી નદીમાં રિવર ક્રુઝ શરૂ કરવામાં આવશે. આ માટે લગભગ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ક્રુઝ વાસણા બેરેજ ખાતે આવી પહોંચી છે. હાલ આ ક્રુઝના પાર્ટ્સને એસેમ્બલ કરવામાં આવી રહ્યા છે માટે નજીકના સમયમાં જ ક્રુઝને નદીમાં તરતી મુકવામાં આવશે. આ ક્રુઝમાં સુવિધાની વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ ક્રુઝમાં મ્યુઝિકલ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે.

- Advertisement -
આ પણ વાંચો: અમદાવાદમાં રિવરફ્રન્ટના ફૂટ ઑવરબ્રિજ પરથી કૂદી આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવતા તંત્રના દાવા પર સવાલ

આ ક્રુઝ એપ્રિલ માસના પ્રથમ સપ્તાહઠી શરૂ કરવામાં આવી શકે છે. જેમાં ઉનાળાની ઋતુ દરમિયાન લોકો સફર કરી શકશે અને રેસ્ટોરન્ટમાં મજા માણી શકશે. ક્રુઝના રૂટની વાત કરીએ તો ક્રુઝ સરદારબ્રીજથી ગાંધીબ્રીજ વચ્ચે દોડશે. મહત્વની વાત છે કે, રિવરક્રુઝ વલસાડના ઉંમરગામથી પહોંચ્યુ છે, જેના હાલ વાસણા બેરેજ ખાતે એસેમ્બલ કરવામાં આવી રહ્યું છે. આ ક્રુઝમાં એક સાથે 125-150 જેટલા લોકો સવાર થઈ શકે છે. આ સુવિધાના લાભ માટે સેવા પ્રમાણે પૈસા ચૂકવવા પડશે.

Tag: Cruise reaches Ahmedabad’s Sabarmati riverfront

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular