નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: IPS અધિકારીઓ પોતાના માનીતા પોલીસ અધિકારીઓને પોતાની બદલી થતા સાથે લઈ જતા હોય છે. આવું કરવા પાછળનું કારણ માનીતા PI/PSI કક્ષાના અધિકારીઓ ખાનગી વહિવટ સારી રીતે કરે તેવું માનવામાં આવે છે. પરંતુ આ પ્રક્રિયા પોલીસ બેડામાં વહિવટના રોગને વધારો કરતી હોય સરકારનું ધ્યાન આ તરફ ગયું છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) એ માનીતાઓને સાથે લઈ જતા IPS અધિકારીઓની યાદી (IPS Officers List) તૈયાર કરી હોવાના અહેવાલ સુત્રો તરફથી મળી રહ્યા છે. જેથી IPS અધિકારીઓ હવે માનીતાથી અલગ કરી દેવામાં આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
ગુજરાત પોલીસમાં લાંબા સમયથી IPS અધિકારીઓ પોતાની બદલી બાદ તેમના માનીતા PI/PSIને સાથે લઈ જતા હોવાની પ્રથા ચાલતી આવી છે. આ શંકાસ્પદ પ્રથા વહિવટી નહીં પણ વહિવટની સરળતા માટે અધિકારીઓને પસંદ પડી ગઈ છે. પરંતુ હવે આ પ્રથાને બંધ કરવા ગુજરાત સરકારે કાર્યવાહી શરૂ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે. જેમાં માનીતાઓને સાથે લઈ ગયેલા IPS અધિકારીઓની એક યાદી ગૃહરાજ્ય મંત્રીએ બનાવી હોવાની પણ વિગત મળી રહી છે. આ યાદીના આધારે IPSને તેમના માનીતા અધિકારીઓને છુટા પાડવામાં આવશે તેવી સંભાવના જણાઈ રહી છે.

એક અવલોકનના આધારે IPSની માનીતા સાથે લઈ જવાની પ્રથા ગૃહરાજ્ય મંત્રીના ધ્યાને આવતા આ મામલે કાર્યવાહી શરૂ થઈ હોવાના અહેવાલ છે. જેથી આગામી દિવસોમાં માહિતી એકત્રિત કરી સરકાર કાર્યવાહી કરી શકે તેવી સંભાવના છે. ટુંકમાં કહીએ તો ગુજરાત પોલીસમાં હવે કેટલાક IPS અધિકારીઓની વ્હાલા-દવલાની નિતિ પર સરકાર નિયંત્રણ લાવે તેવી સંભાવના છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








