નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections Gujarat) ના જંગ વચ્ચે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરો સામે પંચમહાલ જિલ્લા ભાજપે આકરી કાર્યવાહી કરી છે. પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવતા 17 જેટલાં કાર્યકરોને પંચમહાલ ભાજપે (Panchmahal BJP) તાત્કાલિક અસરથી 5 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી બાદ પંચમહાલ જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો (Political heat in Panchmahal district) જોવા મળ્યો હતો. ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ જઈને અન્ય પક્ષ કે અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા 17 ભાજપ કાર્યકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાજપે શિસ્ત ભંગ મામલે 17 કાર્યકર્તાઓને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં ચલાવાય.








