નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગતરોજ રાજકોટ શહેરના કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ પર રૂપિયા 30 લાખની લૂંટ( 30 Lakhs Robbery Case in Rajkot) થયાનું તરકટ કરનાર યુવક વિરૂધ્ધ પોલીસે(Rajkot Police) ગુનો નોંધ્યો છે. યુવકે નાટક કરી પોલીસને રૂપિયા 30 લાખની લૂંટ થયાનું જણાવી હતી પરંતુ, પોલીસે તપાસ કરતા સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો.
ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ મંથન માંડલીયા નામના યુવક પાસેથી ધોળા દિવસે રૂપિયા 30 લાખની લૂંટ થયાનું તરકટ સામે આવ્યું હતું. મંથને પોલીસ સમક્ષ લૂંટનું કથન કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં યુવકે રૂપિયા 30 લાખ યશ બેન્કમાંથી વિથડ્રોઅલ કર્યા હતા તેમ જણાવ્યું હતું. પરંતુ પોલીસે તપાસ કરતા યશ બેન્કમાંથી કોઈ રકમ વિથડ્રોઅલ નથી થઈ તેવી માહિતી મળી હતી. બાદમાં પોલીસ વધુ પુછપરછ કરતા મંથને નાટક કર્યાનું ખુલ્યું હતું. બાદમાં ક્રાઈમ બ્રાન્ચે મંથનને ભક્તિનગર પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે યુવકની ખોટી ફરિયાદ બાબતે પુછપરછ કરતા યુવકે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમાં યુવકને વાણીયાવાડીમાં લીધેલા મકાનના પૈસા આપવાના હતા, જે માટે તેણે વાસ્તુ ફાઈનાન્સમાં લોન મુકી હતી. પરંતુ બેન્કની લોનમાં એક મહિના જેટલો સમય લાગે તેમ હોય યુવકે સમય મેળવવા લૂંટનું તરકટ કર્યુ હતું.
આ મામલે ખોટી માહિતી આપી ફરિયાદ કરવા બદલ ભક્તિનગર પોલીસે યુવક મંથન માંડલીયા વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે મંથન માંડલીયા વિરૂધ્ધ આઈપીસીની કલમ 182 અને 203 મુજબ ગુનો નોંધી દાખલો બેસાડ્યો છે.
રાજકોટમાં ધોળા દિવસે 30 લાખની લૂંટ મામલે ચોંકાવનારા સમાચાર, જૂઓ ફરિયાદીની કબૂલાતનો VIDEO
Tag : 30 Lakhs Robbery Case in Rajkot
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








