Thursday, June 4, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં બે ખનન માફિયાની અંગત અદાવાતમાં નિર્દોષે જીવ ગુમાવ્યો

અમદાવાદમાં બે ખનન માફિયાની અંગત અદાવાતમાં નિર્દોષે જીવ ગુમાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)માં ખનન માફિયાની અગંત અદાવાતમાં એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અંગત અદાવતમાં એક ખનન માફિયાન દ્વારા બીજા ગૃપના લોકોને કારની અડફેટે લીધા હતા. જેના કારણે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોની મદદ માટે એક સ્થાનિક આવી પહોંચ્યો હતા. જોકે 108ને ફોન લગાવે તે પહેલા જ કાર ચાલકે તેમને પણ કારથી કચડી દીધા હતા. જેના કારણે મદદ કરવા જનાર વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી સુવિધા પાસે આવેલી કન્ટ્રક્શન સાઈડ પર વહેલી સવારે બે ખનન માફિયા વચ્ચે બબાલ થઈ હતી. કન્ટ્રક્શન સાઈડ પર રેતી ભરવા બાબતે તકરાર થતાં સમગ્ર મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો. રેતીના કોન્ટ્રાક્ટ માટે વણઝારા અને ઓડ ગૃપ વચ્ચે માથાકુટ સર્જાઈ હતી અને બંને સમાજના લોકો કન્ટ્રક્શન સાઈડ પર રેતી ભરવા બાબતે ઘણા લાંબા સમયથી માથાકુટ ચાલી રહી હતી.

- Advertisement -

વહેલી સવારે બંને પક્ષ વચ્ચે મારામારી થતાં ત્રણ લોકો સારવાર અર્થે બાઈક પર જીવરાજ મહેતા હોસ્પિટલ જઈ રહ્યા હતા તે દરમિયાન અન્ય પક્ષના વ્યક્તિ દ્વારા ઈરાદાપુર્વક બાઈક પર જઈ રહેલા લોકોને કાર વડે ટક્કર મારવામાં આવી હતી. ટક્કર મારનાર દશરથ ઓડ અને ઇજાગ્રસ્તો રેતી ખનન સાથે જોડાયેલા છે. ત્રણ લોકોને કારે અડફેટમાં લેતા ઈજાગ્રસ્તોની મદદ માટે અરવિંદ ચૌવાણ નામનો વ્યક્તિ દોડી આવ્યો હતો. જોકે કાર ચાલકે અરવિંદને પણ અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. અક્સમાત બાદ કાર ચાલકે કારને કન્ટ્રક્શન સાઈડની બહાર મુકી દેવામાં આવી હતી. હાલ પોલીસે આ કાર અંગે તપાસ શરૂ કરી છે. સમગ્ર બનાવમાં FSL ટીમની પણ મદદ લેવામાં આવી છે. બનાવને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular