નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા અસારવા ખાતે આવેલી બી. જે. મેડિકલ કોલેજ (B J Medial College Ahmedabad)માં ગઇકાલે રેગિંગનો મામલો સામે આવ્યો હતો. આ અંગે 7 જુનિયર ડોક્ટર્સે કોલેજ પ્રશાસનને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ આજે કોલેજ (B J Medical College) દ્વારા જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને એક ડોક્ટરને એક વર્ષ માટે અને 2 ડોક્ટરને દોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ગઇકાલે અમદાવાદ બી જે મેડિકલ કોલેજના 7 જુનિયર ડોક્ટર્સે 3 રેસિડેન્ટ ડોક્ટર્સ સામે ફરિયાદ આપી હતી. ત્યાર બાદ તાત્કાલિક કોલેજ દ્વારા એન્ટિ રેગિંગ કમિટી બનાવવામાં આવી હતી અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ભોગ બનનારા, રેગિંગ કરનારા, વોર્ડમાં કામ કરતાં કર્મચારીઓ અને HOD સહિત 30 જેટલા લોકોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર્સ સામે આજે પગલાં લેવામાં આવ્યા છે.
જુનિયર ડોક્ટર્સની ફરિયાદ હતી કે રેસિડેન્ટ ડો. ધવલ માંકડીયા, ડો. જયેશ ઠુમમર અને ડો. હર્ષ સુરેજા દ્વારા તેમને લાફા મરવામાં આવ્યા હતા આ ઉપરાંત તેમને જૂતાં પણ મરવામાં આવતા અને અન્ય પણ ઘણી રીતે રેગિંગ કરવામાં આવતી હતી. આ ફરિયાદના પગલે જ્યારે રેસિડેન્ટ ડોક્ટર હર્ષ સુરેજાને નિવેદન આપવા માટે બોલાવવામાં આવ્યો ત્યારે તે રડી પડ્યો હતો અને પોતાની ભૂલ સ્વીકારી હતી. હર્ષ સુરેજાએ પોતાની ભૂલ સ્વીકારી જેના કારણે તેને 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય 2 ડોક્ટર્સને દોઢ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આપણાં દેશમાં રેગિંગને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને તેના માટે કાયદામાં જોગવાઈ પણ કરવામાં આવી છે, જેના કારણે લગભગ બધી જ કોલેજોમાં રેગિંગ સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ મેડિકલ કોલેજોમાં આજે પણ ઘણી વાર રેગિંગના કિસ્સા સામે આવતા હોય છે. તાજેતરમાં જ બી જે મેડિકલ કોલેજમાં સિનિયર રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સ ઉપર રેગિંગ કરવાનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં હવે કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જવાબદાર રેસિડેન્ટ ડોક્ટર્સ સામે પગલાં લેવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








