Tuesday, May 26, 2026
HomeGujaratમહેમદાવાદ: પ્લાયવૂડની ફેક્ટરીમાં વિકરાળ આગ, રાખ બહાર કાઢવા JCB મશીનની મદદ લેવાઈ

મહેમદાવાદ: પ્લાયવૂડની ફેક્ટરીમાં વિકરાળ આગ, રાખ બહાર કાઢવા JCB મશીનની મદદ લેવાઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેમદાવાદ: ખેડા(Kheda) જિલ્લાના મહેમદાવાદ(Mahemdabad News)માં એક પ્લાયવૂડ ફેક્ટરીમાં આજે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી. આ ફેક્ટરીમાં મોટી સંખ્યામાં પ્લાયવૂડ અને લાકડું હોવાને કારણે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગને કાબુમાં લેવા માટે નડિયાદ, આણંદ, વિદ્યાનગર, મહેમદાવાદ અને અમદાવાદ(Ahmedabad)થી ફાયર વિભાગની ટીમ બોલાવવામાં આવી હતી. જોકે હજુ સુધી આ ફેક્ટરીમાં આગ લાગવાનુ કારણ જાણવા મળ્યું નથી.

fire in-plywood factory at mehemdavad
fire in-plywood factory at mehemdavad

મહેમદાવાદ તાલુકાનાં વરસોલા સિહુજ રોડ પર આવેલી સ્વસ્તિક પ્લાયવૂડ નામની કંપનીમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગ લગતા જ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફેક્ટરીના સિક્યુરિટી ગાર્ડ અને માલિક દ્વારા તાત્કાલિક મહેમદાવાદ ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. મહેમદાવાદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે બાદમાં નડિયાદ, આણંદ, વિદ્યાનગર અને આમદવાદથી પણ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને લખો લિટરના પાણીના છંટકાવ બાદ અત્યારે આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

- Advertisement -

આ ફેક્ટરીમાં મોટી સંખ્યા પ્લાયવૂડની સીટ અને રો-મટિરિયલ હતું, જે આ વિકરાળ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. ફાયરબ્રિગેડ દ્વારા આગ ઉપર કાબૂ મેળવ્યા બાદ JCB મશીન દ્વારા આ બળી ગયેલા મટિરિયલની રાખને બહાર કાઢવામાં આવી હતી. ફેક્ટરીમાં આગ કયા કારણથી લાગી હતી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જોકે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Tag Kheda Mehmedabad Local News, Fire in Plywood Factory,

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular