Sunday, April 19, 2026
HomeGujaratઅમદાવાદ: પિતાનું માથું ફોડીને પુત્ર ફરાર, જમવાનું બનાવવામાં મોડુ થતાં માતા પણ...

અમદાવાદ: પિતાનું માથું ફોડીને પુત્ર ફરાર, જમવાનું બનાવવામાં મોડુ થતાં માતા પણ ઘાયલ

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યૂઝ અમદાવાદ): શનિવારની મોડી રાતે પૂર્વ અમદાવાદના બાપુનગર વિસ્તારનો એક ક્રૂર બનાવ સામે આવ્યો છે. પુત્ર ઘરે આવ્યો ત્યારે માતાએ જમવાનું તૈયાર ન રાખતા હાથચાલાકી પર ઉતરી આવ્યો અને માતાને બચાવવા પડેલા પિતાને પણ માથામાં ઘા મારી માથું ફોડી નાખ્યું હતું. ઘટનામાં ઈજાગ્રસ્ત પિતાને હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા નરેન્દ્રકુમાર રાત્રે પત્ની સાથે ઘરે હતા દરમિયાન, રાત્રિના સમયે પુત્ર ધ્રુવનેશ ઘરે આવી બબાલ કરવા લાગ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રિના 11 વાગ્યા આસપાસ ઘરે આવેલા ધ્રુવનેશે જમવાનું બનાવવા મામલે ઝઘડો કર્યો હતો. પરંતુ ઘરે આવ્યો ત્યારે જમવાનું તૈયાર નહીં હોય માતા સાથે રકઝક કરી મારપીટ કરવા લાગ્યો હતો. જેમાં પિતાએ વચ્ચે આવી તેને રોકતા ધ્રુવનેશે અકળાને પિતા પર હુમલો કરી દીધો હતો.

- Advertisement -

ગીન્નાયેલા ધ્રુવનેશે પિતાને માથા પર કપાળના ભાગે પથ્થર મારી દેતા પિતા નરેન્દ્રભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત નરેન્દ્રભાઈને પોડોશીઓએ 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં તેમણે સારવાર દરમિયાન પોતાના પુત્ર ધ્રુવનેશ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular