નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા પોલીસ તાલીમ શાળા (Vadodara Police Training School) ખાતે એસઆરપી જવાનનું મોત થયું છે. પી.ટી. પરેડ બાદ SRP જવાન દીપક બારીયા (ઉ.29) ની તબિયત લથડ્યા બાદ તેમનું મોત થયું છે.
મૂળ રાજપીપળા જિલ્લાના તિલકવાડાના દીપક દિનેશ બારીયા છેલ્લાં ચાર અઠવાડીયાથી વડોદરા પોલીસ ટ્રેનિંગ સ્કુલમાં તાલીમ લઈ રહ્યા હતા. 15 માર્ચથી નવા ભરતી થયેલા SRP જવાનોની તાલીમ Vadodara PTS ખાતે શરૂ થઈ છે. આજે સવારે PT પરેડ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ દીપક બારીયા સ્નાન કરીને નાસ્તો કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા. જે સમયે તેમને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો. દીપકભાઈને ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપી તેમને SSG હૉસ્પિટલ રીફર કરાયા હતા. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર દરમિયાન એસઆરપી જવાનને મૃત (SRP Jawan Death) જાહેર કરાયા હતા.








