નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય જંગ શરૂ થયો છે. વિપક્ષ દ્વારા સરકારને ધેરવા રણનીતીઓ બનાવામાં આવી રહી છે. તેવામાં ભાજપનો એક કથિક પત્ર હાલ સોશિયલ મિડિયમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ચૂંટણીને લઈને કરવામાં આવતી કામગીરીની અંગે કેટલાક મુદ્દાઓ લખવામાં આવ્યા છે. પરંતું તેમાનો એક મુદ્દો વિવાદ ઉભો કરી રહ્યો છે.
ભાજપના કથિત પત્રથી ગાંધીના ગુજરાતમાં ફરી દારૂનો મામલો ચર્ચામાં આવ્યો છે. કથિક પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. હવે ભાજપના પત્રમાં બુટલેગરોનો ઉલ્લેખ કેમ તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતુ કે, ભાજપ અસામાજિક તત્વો અને બુટલેગરોનો સાથ લઈને ચૂંટણી જીતે છે. જો કોઈ બુટલેગર તેમની સાથે વ્યવસ્થામાં ન જોડાય તો તેમને સીધા કરવા તેના પર કેસ કરી દેવામાં આવે છે. ચૂંટણીના આયોજન માટે આ સુચના આપવામાં આવી છે. આ પત્રથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ ચૂંટણી જીતવા માટે અસામાજિક તત્વોનો સંપૂર્ણ સહયોગ લે છે અને સત્તામાં આવ્યા પછી તેમને છુટો દોર આપે છે. ગુજરાતમાં બુટલેગરોનું સાશન ચાલે છે. પત્રમાં તો બુટલેગરની યાદી બનાવા કહ્યું છે પરંતું ભાજપમાં કેટલા બુટલેગર તે પણ જાહેર કરે.
જોકે ભાજપના નેતા ભરત ડાંગરએ જણાવ્યું હતુ કે, કોંગ્રેસ લોકોને ભ્રમીત કરવાનું કામ કરી રહી છે. ડુબતી અને તુટતી કોંગ્રેસ હતાશામાં આવી ગઈ છે કે આ પ્રકારના ખોટા કાગળો બનાવી ગુમરાહ કરી રહી છે, જે પત્રની વાત કોંગ્રેસ કરી રહી છે તેના ભાજપ સાથે કોઈ સંબંધ નથી. ભાજપના ફેક લેટર પેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓરીજનલ લેટરમાં આ બાબતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










