નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં તમામ રાજકીય પક્ષે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં આમ આદમી પાર્ટી દ્વારા અત્યાર સુધી 160 ઉમેદવોરોના નામ જાહેર કરી ચૂકી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા એક યાદી જાહેર કરીને 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જોકે ભાજપ દ્વારા હજી સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતું આગામી ટૂંક સમયમાં જ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવારો અને દાવેદારોનો મામલો હવે દિલ્હીના દરબારમાં પહોંચ્યો છે. ઉમેદવારોની પસંદગીને લઇને આજે દિલ્હીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અમિત શાહ સાથે મંથન કરશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોના નામ પર આજે અંતિમ મહોર વાગી શકે છે. જોકે ભાજપના લગભગ 50 જેટલાં ઉમેદવારોની ટિકિટ નક્કી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે 6.30 કલાકે ભાજપના દિલ્હી સ્થિત કાર્યાલય પર બેઠક મળવાની છે. આ બેઠકમા PM મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હાજર રહેશે. ઉપરાંત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે. આ બેઠકમાં ગુજરાતની 182 બેઠકોના ઉમેદવારો અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, અત્યંત વિવાદસ્પદ ગણાતી બેઠકોના ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવી શકે છે અને હાલ પ્રથમ તબક્કે સલામત બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










