Monday, April 27, 2026
HomeGujaratસુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવાના કેસમાં કોર્ટે માત્ર 29...

સુરતમાં અઢી વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરવાના કેસમાં કોર્ટે માત્ર 29 દિવસમાં ફટકારી ફાંસીની સજાઃ આરોપીને અફસોસ નહીં

- Advertisement -

નવજીવન સુરતઃ સુરતમાં પાંડેસરાના વડોદગામમાંથી દિવાળીની રાતે અઢી વર્ષની માસુમ બાળકીને ઉપાડી જઈ બળાત્કાર કર્યા બાદ હત્યા કરનાર નરાધમને સુરત સેશન્સ કોર્ટએ ફાંસીની સજા આપવામાં આવી છે. પાંડેસરાના વડોદગામમાંથી દિવાળીની રાતે અઢી વર્ષની માસુમ બાળકીને ઉપાડી જઈ બળાત્કાર હત્યા કરનાર નરાધમ ગુડ્ડુ યાદવને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા બાદ સમગ્ર કેસની તપાસ પોલીસે સાત દિવસમાં પુર્ણ કરી ૬૮ સાક્ષીઓ, ઍફઍસઍલનો રિપોર્ટ. સીસીફુટેજ, મેડીકલ રિપોર્ટ સહિતના મજબુત પુરાવા સાથે ૨૪૬ પાનાનું ચાર્જશીટ આજે કોર્ટમાં રજુ કયું હતું.

મળતી વિગત અનુસાર, પાંડેસરાના વડોદ ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની અઢી વર્ષની માસુમ બાળકી દિવાળીના દિવસે બાળકી ગુમ થઇ ગઇ હતી. પોલીસે આ મામલાને ગંભીરતા થઈ લઈને તપાસ કરવા આવી હતી અને ૧૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને બાળકીની શોધખોળમાં લગાવ્યા હતા. તે દરમ્યાન બે દિવસ બાદ આ બાળકીની લાશ તેના ઘરથી ૫૦૦થી ૭૦૦ મીટરના અંતરે આંબેડકર કમલા ચોક પાસે ડાંઇગ મીલની બાજુમાં ઝાડી ઝાંખરામાંથી મળી આવી હતી. નરાધમે એ હદે હેવાનીય વટાવી હતી કે બાળકીની લાશ મળી ત્યારે તેના ગુપ્ત ભાગમાંથી આંતરડા પણ બહાર નીકળી ગયા હતા અને શરીરમાં જીવાત પડી ગયા હતા. ઉપંરાત શરીર ફુલી ગયુ હતુ. જેથી DNA રિપોર્ટ માટે લોહી લઈ શકાય તેવું શક્ય ન હતુ. જેથી બાળકીની દાઢ લઈને તેના માતા-પિતાના લોહીના રિપોર્ટ લઇને મેચ કરવામાં આવ્યા હતા.

- Advertisement -




સુરત સેશન્સ કોર્ટએ 29 દિવસમાં જ આ કેસમાં ચુકાદો સાંભળાવ્યો હતો. 42 જેટલા પુરાવા અને મૌખિક જુબાની કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આરોપી ગુડ્ડુ યાદવને સજા આપવામાં આવી ત્યારે તેનો કોઈ પસ્તાવો થયો હોય તેવો કોઈ હાવ ભાવ તેના ચહેરા પર જોવા મળ્યો ન હતો. કોર્ટએ કલમ 302, 376, 366, 363 હેડળ ફાંસીની સજા ફટકારી છે. ઉપરાંત કોર્ટએ બાળકીના પરિવારને 20 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે. આ પૈસા “victim compensation scheme” દ્વારા ચુકવવામાં આવશે.



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular