Monday, June 8, 2026
HomeGujaratSurat : ફેક્ટરી માલિકની બેદરકારીએ ભાણિયા સહિત ચારની જિંદગી હોમી, મૃતક અને...

Surat : ફેક્ટરી માલિકની બેદરકારીએ ભાણિયા સહિત ચારની જિંદગી હોમી, મૃતક અને માલિક સામે ગુનો નોંધાયો

- Advertisement -

Death of laborers entering waste storage tank for cleaning : સુરતના વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે આવેલા રતિહ હાઉસના ભોંયરામાં આવેલા રતિહ જવેલરી નામના કારખાનામાં રવિવારની સવારે હૈયું હચમચાવી દે તેવી ઘટના બની હતી. ફેકટરીની કેમિકલ અને એસિડવાળી વેસ્ટ સ્ટોરેજ ટેન્ક સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રમિકો અને તેમને બચાવવા ગયેલા કંપનીના મેન્ટેનન્સ મેનેજરનું ઝેરી ગેસના કારણે ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મામલે પોલીસે મૃતક મેન્ટેનન્સ મેનેજર અને ફેકટરી માલિક સામે સુરત પોલીસે ગુનો (Surat police registered FIR against deceased and factory owner) મનોંધ્યો છે.

રતિહ જવેલરી ફેકટરીમાં રવિવારે રજા હોવાથી માલિકના ભાણિયા અને મેન્ટેનન્સ મેનેજર નિલેશ સાવલીયા અને સફાઈ કોન્ટ્રાક્ટરે વેસ્ટ સ્ટોરેજ ટેન્ક સાફ કરવાનું નક્કી કર્યું હતું. અમરોલી તાડવાડી વિસ્તારમાં રહેતા વિકાસ સોનાવણે, વિજય આહિરે અને યોગેશ જાદવને મજૂરી કામ માટે બોલાવ્યા હતા. આ ત્રણેય યુવકો કોઈપણ જાતના સુરક્ષા સાધનો વિના સ્ટોરેજ વેસ્ટ ટેન્કમાં ઉતર્યા હતા. ટેન્કમાં ઝેરી ગેસની અસર થતાં શ્રમિકોએ બૂમાબૂમ કરતા નિલેશ સાવલીયા તેમને બચાવવા ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ ઝેરી ગેસની અસર તેમને થતાં બેહોશ થઈ ગયા હતા. ફાયરબ્રિગેડને જાણ કરતા તેમણે ચારેય જણાને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular