Sunday, April 19, 2026
HomeGujaratગુજરાતમાં રખડતા ઢોર અંગે હાઈકોર્ટ આકરા પાણીએ પણ ઢોરપાર્ટીના કર્મચારી ખીસ્સું ગરમ...

ગુજરાતમાં રખડતા ઢોર અંગે હાઈકોર્ટ આકરા પાણીએ પણ ઢોરપાર્ટીના કર્મચારી ખીસ્સું ગરમ કરવામાં વ્યસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ગુજરાતમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વઘી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં રખડતા ઢોરના કારણે અક્સમાતો સર્જાતા અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ગઈકાલે જ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાંઢી હતી અને આ સમસ્યાનું નિરાકણ કરવા જણાવ્યું હતું. હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ ઢોર પકડવાના કર્મચારી કામ કરવાને બદલે ખીસ્સું ગરમ કરવામાં પડ્યા હોય તેવી ઘટના પ્રકાશિતમાં આવી છે.

ગુજરાતના પાટનગરમાં જ રખડતા ઢોરને પકડી કાર્યવાહી કરવાના બદલે ઢોર પાર્ટીના કર્મચારી પૈસા કમાવા બેઠા હોય તે પ્રકારે ઢોરને છોડવા માટેની ઉઘરાણી કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ ACB દ્વારા ગાંધીનગર મહાનગરપાલીકાના ઢોરપાર્ટીના કર્મચારીને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ગાંધીનગરમાં ફરિયાદી તથા અન્ય ચાર વ્યક્તિઓ પશુપાલનનો ખાતે વ્યવસાય કરે છે, ફરિયાદી તથા અન્ય ચાર વ્યક્તિઓના ઢોર રોડ પર રખડતા હોવાથી પશુઓને નહીં પકડવાના અને ઢોર પકડવાની ગાડી લઇને પશુઓને પકડવા નીકળે ત્યારે પહેલાથી ફોન કરી જાણ કરી દેવા માટે એક પશુપાલકના ૩,૦૦૦ માગ્યા હતા.

- Advertisement -

એક પશુપાલકના ૩,૦૦૦ લેખે એમ પાંચેય પશુપાલકોના કુલ ૧૫,૦૦૦ની લાંચ ફરિયાદી પાસે માગી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBના ટ્રેપીંગ અધિકારી પોલીસ ઈન્સ્પેકટર ડી.એ.ચૌધરી દ્વારા અક્ષરધામ ચાર રસ્તા પાસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં ગાંધીનગર મહાનગરપાલીકા ઢોરપાર્ટીના એનિમલ કેચર (કરાર આધારિત) મનોજકુમાર ઉર્ફે બબલુ સનાજી ઠાકોર અને મહાનગરપાલીકાના ઢોરપાર્ટીના ડ્રાઈવર બન્ટી જયંતિભાઇ વાઘેલા ફરિયાદી જોડે લાંચ લેતા પકડાઇ ગયા હતા. ACBએ બંને આરોપીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular