Sunday, April 19, 2026
HomeGujaratમેહુલ બોઘરા કેસ: સાજન ભરવાડ ઉપર વકીલો દ્વારા હુમલાની શક્યતાને લઈ સવારે...

મેહુલ બોઘરા કેસ: સાજન ભરવાડ ઉપર વકીલો દ્વારા હુમલાની શક્યતાને લઈ સવારે 9 વાગે જ કોર્ટમાં રજૂ કરી દેવાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં થોડા દિવસો અગાઉ એડ્વોકેટ મેહુલ બોઘરા ઉપર એક TRB જવાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયો હતો. ત્યાર બાદ TRB જવાન સાજન ભરવાડની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સાજન ભરવાડની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે વકીલો દ્વારા તેના ઉપર હુમલો થાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. પાંચ દિવસના રિમાન્ડ બાદ આજે ફરી તેને કોર્ટમાં રજૂ કરવાનો હતો, અગાઉ જેવી સ્થિતિ ન થાય તે માટે સાવચેતીરૂપ આજે પોલીસ દ્વારા સવારે 9 વાગે જ સાજન ભરવાડને કોર્ટ સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુરત જિલ્લા બાર એસોસિએશન દ્વારા મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ સુરત જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને વકીલોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં વકીલો આ રેલીમાં જોડાયા હતા જેના કારણે આજે ફરીથી સાજન ભરવાડને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે સમયે હોબાળો થાય તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સાજન ભરવાડને સવારમાં જ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

કોર્ટ દ્વારા આજે સાજન ભરવાડને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. મેહુલ બોઘરા ઉપર જ્જેવી રીતે જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેને લઈને વકીલો એકઠા થઈ વિરોધ કરી રહ્યા છે. વકીલો દ્વારા માગ કરવામાં આવી રહી છે કે ભવિષ્યમાં કોઈ વકીલ ઉપર આવી રીતે હુમલો ન થાય તે માટે આરોપીને કડક સજા થવી જોઈએ અને મેહુલ બોઘરા ઉપર જે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે પરત લેવામાં આવે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular