Sunday, June 7, 2026
HomeGeneralઅમરનાથ ગયેલા આણંદ-ઉમરેઠ-પોરબંદર, જામનગર સહિતના 100થી વધુ યાત્રાળુઓ સલામત હોવાની વિગતો મળતા...

અમરનાથ ગયેલા આણંદ-ઉમરેઠ-પોરબંદર, જામનગર સહિતના 100થી વધુ યાત્રાળુઓ સલામત હોવાની વિગતો મળતા પરિવારને હાંશકારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ હાલમાં જ હિન્દુ ધર્મની પવિત્ર યાત્રા અમરનાથ યાત્રા પર ગયેલા યાત્રાળુઓને કુદરતના કહેરનો સામનો કરવાનો થયો હતો જેમાં 16 લોકોના મોત નિપજ્યા હતા. અહીં વાદળ ફાટવાની ઘટનામાં લોકો તણાઈ ગયા હતા. આ ઘટના વખતે ગુજરાતમાંથી પણ અમરનાથના દર્શને ગયેલા યાત્રાળુઓને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. આવા જ પોરબંદર, આણંદ, ઉમરેઠના 100થી વધુ યાત્રાળુઓ ત્યાં ફસાયા હતા પરંતુ હવે તેઓ સલામત હોવાની વિગતો પરિવાર સુધી પહોંચતા પરિવારે હાંશકારો લીધો હતો.

ઉમરેઠથી 3 લક્ઝરી બસમાં 114 યાત્રાળુઓએ અમરનાથ યાત્રા ઉપાડી હતી. પોરબંદરથી 60થી વધુ યાત્રાળુઓ અમરનાથ યાત્રા પર ગયા હતા. તેવી જ રીતે, હળવદ, જામનગર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ યાત્રા પર ગયા હતા. જેમાંથી ઘણાને તો રિતસર મુશ્કેલીઓનો સીધો સામનો કરવો પડ્યો હતો જ્યારે કેટલાકને અમરનાથની યાત્રા પર જતા પહેલા જ તંત્ર દ્વારા મુશ્કેલ સ્થિતિને જોતા અધવચ્ચેથી પાછા મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

આ પૈકીના ઘણા અમરનાથમાં જ્યારે વાદળ ફાટ્યું તે પછી સતત પરિવારના સંપર્કરમાં રહ્યા હતા. આ બાજુ જ્યારે આ ઘટના બન ત્યારે પરિવારજનોનો જીવ પણ અધ્ધર થઈ ગયો હતો. હાલ જ્યારે તેમના સલામતીના સમાચાર તેમના સુધી પહોંચે છે ત્યારે પરિવારને હાંશકારો થાય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular