Thursday, June 4, 2026
HomeGujaratSuratVIDEO: માવા ખાઈ પીચકારી મારશો તો ખેર નહીં: સુરતમાં હર્ષ સંઘવીએ મહિલાઓને...

VIDEO: માવા ખાઈ પીચકારી મારશો તો ખેર નહીં: સુરતમાં હર્ષ સંઘવીએ મહિલાઓને કહ્યું, ‘મને ફોન કરજો’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરત: સુરતના મજુરા વિસ્તારમાં આવેલા સુમન આવાસ ખાતે આજે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે અહીં ગંદકી બાબતે લડાઈ ભર્યા શબ્દોથી લોકોને ગંદકી ન કરવા જણાવ્યું હતું.

સુમન આવાસ ની મુલાકાત દરમિયાન અહીંની મહિલાઓ એ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ગંદકી બાબતે લઈને ફરિયાદ કરી હતી જેને કારણે હર્ષ સંઘવી આકરા થયા હતા અને તેમણે કહ્યું હતું કે તમે બહેનો હાથમાં લાકડી લઈને બેસો, તો કોઈ ગંદકી નહીં કરે.



- Advertisement -

ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મહિલાઓએ કહ્યું હતું કે અહીં જ્યાં ત્યાં ગંદકી મને માવા ખાઈને લોકો દ્વારા પિચકારી મરાતી હોવાની બાબતે ફરિયાદ કરી હતી ક્યારે હર્ષ સંઘવી એ કહ્યું હતું કે હાથમાં લાકડી લઈને બેસો કોઈ માવાની પિચકારીથી બિલ્ડિંગ અને લિફ્ટ માં ગંદકી કરશે નહીં. હર્ષ સંઘવી પણ આ મામલાને લઈ આવાસની મહિલાઓને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.


મહિલાઓએ હર્ષ સંઘવીને કહ્યું હતું કે ગંદકી બાબતે અમે રોકીએ છીએ તો પુરુષો ગુસ્સો કરે છે જેના પ્રત્યુત્તરમાં ગૃહ મંત્રી સંઘવીએ કહ્યું કે હવે કોઈ હેરાન કરે કે કશું કહે તો મને ફોન કરજો, આ ઉપરાંત તેમણે અહીં ગ્રાઉન્ડને વ્યવસ્થિત બનાવવા માટે તાત્કાલિક ધોરણે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular