નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત દેશમાં સૌથી મોટો દરિયા કિનારો ધરાવે છે જેના કારણે દરિયાઈ માર્ગે ગુજરાતમાં ગેરકાયદે વસ્તુઓની ઘૂસણખોરી કરવાનું પ્રમાણ પણ વધારે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાની પ્રવૃત્તિમાં વધારો થયો છે, પરંતુ આ તસકોરોને રોકવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATS સતત કાર્યરત રહે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન ગુજરાત ATSની બાતમીના આધારે હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, ત્યારે આજે ફરીથી ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત રીતે 250 કરોડ જેટલી કિંમતનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત ATSને મળેલી માહિતી મુજબ પાકિસ્તાનમાં રહેલા ડ્રગ્સ માફિયાઓ પાકિસ્તાની બંદથી બોટ દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ મોકલી રહ્યા હતા, બાતમીના આધારે ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું અને બાતમી મુજબની બોટ આવતા તેને ઉભી રાખીને તપાસ કરતા બોટમાંથી કોઈ માદક પદાર્થ મળ્યા ન હતા, જેના કારણે બોટમાંથી મળેલા પાકિસ્તાની ખલાસીઓ ગેરકાયદે ભારતીય સીમમાં ઘૂસવાના ગુનામાં ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન પાકિસ્તાની ખલાસીઓ સ્વીકાર્યું હતું કે તેમની પાસે જે માદક પદાર્થ બોટમાં હતો તે ભારતીય કોસ્ટ ગાર્ડનું જહાજ જોઈને તેમણે દરિયામાં ફેંકી દીધું હતું. આમ ગુજરાત ATS દ્વારા ભારતીય કોસ્ટ ગાર્ડ, SOG મરીન એ સંબંધિત એજન્સીસને દરિયામાં તપાસ કરવાના સૂચનો આપવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન બીએસએફ અને જખૌ મરીન પોલીસને આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલી જગ્યાએથી 40-50 નોટિકલ માઈલ દૂર 2 સંદિગ્ધ થેલા મળી આવ્યા હતા. જેની ચકાસણી કરતા તેમાંથી માદક પદાર્થ મળી આવ્યો હતો. આ બને થેલામાં કુલ 50 જેટલા પેકેટમાં 50 કિલો હેરોઇન જેની કિંમત 250 કરોડ જેટલી કરવામાં આવી છે તે ગુજરાત ATS દ્વારા જપ્ત કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |











