Monday, July 6, 2026
HomeGeneralરાજકોટ: દારૂ કન્ટેનર અપહરણ કેસ: ક્રાઈમ બ્રાન્ચના 4 કર્મચારી સહિત 5ના રિમાન્ડ...

રાજકોટ: દારૂ કન્ટેનર અપહરણ કેસ: ક્રાઈમ બ્રાન્ચના 4 કર્મચારી સહિત 5ના રિમાન્ડ મંજૂર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 પોલીસ કર્મચારીઓ બે દિવસ અગાઉ દારૂ ભરેલી ટ્રકનું અપહરણ કરવાના મામલે આરોપી બની ગયા હતા. આ આરોપીઓ ટ્રકનું અપહરણ કરીને લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના હાથે ઝડપાઇ ગયા હતા. આ કેસમાં સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી મુજબ આજે આરોપીઓને કોર્ટ સમક્ષ હજાર કરવામાં આવ્યા હતા જેમાં કોર્ટ દ્વારા 4 પોલીસ કર્મચારીઓ સહિત 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.



રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના 4 પોલીસ કર્મચારીઓ સામે કથિત રીતે અપહરણ અને દારૂની હેરફેર માટેની ફરિયાદ બાદ વિવાદમાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સ્ટેસ્ત મોનિટરિંગ સેલની રેડ બાદ સામે આવી હતી. રેડમાં રંગેહાથ ઝડપાયેલા કોન્સટેબલ દેવા ધરજીયા, હેડ કોન્સટેબલ ક્રીપાલસિંહ જાડેજા, સુભાષ ધોઘારી, ઉપેન્દ્રસિંહ ઝાલા રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હતા. તેમની સાથે ટ્રકનો ડ્રાઈવર મૂળ રાજસ્થાનનો વતની જેનું અપહરણ થયું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે તે જગદીશ બેનિવાલ એમ કુલ 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ મામલે સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. જેમાં આરોપીઓ ખરેખર દારૂ કેમ લાવ્યા હતા, કોઈને વેચેલો છે કે કેમ જેવા સવાલો હજૂ અકબંધ છે તેની તપાસ ચાલશે તેવી સંભાવના છે. ત્યારે પોલીસે આજે તમામ પાંચ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.



હવે જોવું રહ્યું કે સાયલા પોલીસ રિમાન્ડના 5 દિવસ દરમિયાન તપાસ કરી કેવી માહિતી બહાર લાવે છે. સાયલા પોલીસની વધુ તપાસ બાદ જ માહિતી મળી શકશે કે આરોપીઓ દ્વારા ખરેખર કેવી રીતે આ કાંડ પાર પાડવામાં આવ્યું હતું. સાથે જ પોલીસ કર્મચારીઓ સાથે બુટલેગર સૌરભ ઉર્ફે લાલો ચાંદરાણી શું કરતો હતો ? અને શા માટે બુટલેગર સાથે આરોપી પોલીસ કર્મીઓ આ પ્રકારનો સબંધ રાખતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મંગળવારના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી આરોપી 1 કોન્સ્ટેબલ અને 3 હેડ કોન્સ્ટેબલ સહિત મહિલા PSI ભાવના કડછાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular