Wednesday, September 2, 2026
HomeGeneralમંજીતા વણઝારા ગેંગરેપની આ ઘટનાથી હચમચી ગયા હતાઃ 52 કલાક સતત ઈન્વેસ્ટીગેશન...

મંજીતા વણઝારા ગેંગરેપની આ ઘટનાથી હચમચી ગયા હતાઃ 52 કલાક સતત ઈન્વેસ્ટીગેશન પછી આરોપીઓને સળીયા પાછળ ધકેલવામાં સફળતા, જાણો કોર્ટે શું સજા આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મહેસાણાઃ મંજીતા વણઝારા તે સમયે મહેસાણાના એસડીપીઓ (Sub-Divisional Police Officer) હતા. તેમના તાબાના વિસ્તારમાં અમદાવાદની એક મહિલા પર સામૂહીક દુષ્કર્મની ઘટના બની, તેમને આ ઘટનાએ અંદરથી ધરમરોડી નાખ્યા હતા કારણ જે મહિલા સાથે આ ઘટના બની હતી તેની સાથે ઘણી હેવાનીયત કરવામાં આવી હતી. અહીં સુધી કે આરોપીઓએ તેને ગાલ પર બચકું ભરીને લોહી લુહાણ કરી હતી. આ કેસમાં પીડિતાને ન્યાય અપાવવા સતત 52 કલાક સુધી ઈન્વેસ્ટીગેશન કરી સાયન્ટીફીક પુરાવા સાથે કોર્ટમાં આ શખ્સોને ઢસેડી લાવ્યા પછી આજે આ આરોપીઓને કોર્ટે પોલીસે રજુ કરેલા પુરાવાને આધારે દોષિત માન્યા છે અને તેમને સજા ફટકારી છે. પીડિતાને પોલીસની સચોટ ઈન્વેસ્ટિગેશનને પગલે ઝડપી ન્યાય મળવામાં મોટી મદદ મળી છે.



- Advertisement -

ઘટના એવી છે કે વર્ષ 2018ના ઓગસ્ટ માસમાં અમદાવાદની એક મહિલા રાધનપુર જવા મહેસાણાની રાધનપુર ચોકડી પર વાહનની રાહ જોતી હતી. દરમિયાન એક ઓટો રિક્ષા તેના નજીક આવી અને તેણે પુછ્યું ક્યાં જવું છે. રિક્ષા ખાલી હતી અને રાધનપુર જવાની વાત કરતાં રિક્ષા ચાલક તૈયાર થયો, મહિલા રિક્ષામાં બેસી ગઈ પરંતુ નિશ્ચિત જગ્યા પર જવાને બદલે આ ચાલક રિક્ષા લઈ મહેસાણા બાયપાસ હાઈવે ઉપરથી નદીમાં જવાના અવાવરુ રસ્તા પર તેને લઈ ગયો અને રિક્ષા ઊભી રાખી પાછળની સીટ પર આવી ગયો અને તેણે મહિલા સાથે દુષ્કર્મ કર્યું.



મહિલાએ ઘણો વિરોધ કર્યો પરંતુ તેનું એક ન ચાલ્યું અને તેણે મારી નાખવાની ધમકી આપતા તે ડરી ગઈ, બળાત્કાર ગુજાર્યા પછી આ રિક્ષા ચાલકે ફોન કર્યો અને કહ્યું નવસાદ બોલું છું, જાવેદ તું ક્યાં છે, મારી પાસે એક સારી આઈટમ આવી છે. તે પછી તે તેને રિક્ષામાં મહેસાણાના મુસ્લિમ ચોક દરગાહ પાસે લઈ ગયો અને ત્યાં બે છોકરાઓ સાથે વાત કરી તો બંને રિક્ષામાં આવીને બેસી ગયા અને તેમની વાત પરથી ખબર પડી હતી કે જાવેદ નામનો છોકરો રિક્ષામાં પાછળ બેઠો હતો અને બીજો હતો સોહિલ, પછી રિક્ષા પાલનપુર જવાના રસ્તા તરફની એક હોટલમાં લઈ જઈ ત્યાં ચોપડામાં મહિલાનો અંગુઠો લઈ તેને રુમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. તે પછી તે રિક્ષામાં ફરી રાધનપુર ચોકડી મુકી ગયા પરંતુ દરમિયાન કોઈ રાકેશ સાથે ફોનથી વાત કરી બોલાવ્યો, તેની સાથે ટીનો પણ આવ્યો અને તેમની રિક્ષામાં બેસાડી દીધી અને કહ્યું કે રાધનપુર પહોંચાડી દેશે.



- Advertisement -

હવે રાત પડી ગઈ મહિલા વધુ ગભરાતી રહી અને આ શખ્સોનું માનતી રહી, આ બંનેએ પણ તેની સાથે દુષ્કર્મ કર્યું. ફરી એક વિજય નામનો છોકરો આવ્યો જે ટીનાનો મિત્ર હોવાનું માલુમ પડતું હતું તેણે પણ તેની સાથે બળજબરી કરી, જોકે વિજય વધુ આક્રમક હતો તેણે બુમો પાડી અને શટર કોઈએ ખોલ્યું તો તે ત્યાંથી જીવ બચાવવા ભાગવા લાગી પણ વિજયે બરડામાં ધુબ્બો મારી તેની સાડી ખેંચી નાખી, તે આવી અવસ્થામાં છેક રોડની વચ્ચે દોડી ગઈ. ત્યાં કેટલાક ભલા માણસોએ તેને શર્ટ પહેરવા આપ્યો. આ શખ્સોએ એટલી હેવાનીયત કરી હતી કે તેણીના ગાલ પર બચકું ભરી તેને લોહી લુહાણ કરી હતી. ઘટનાની જાણ પરિવારને થતાં આખરે પરિવાર અને પોલીસની મદદથી તેને હોસ્પિટલમાં સારવાર શરૂ કરાઈ.



જોકે આ ઘટનાની વિગતો જાણી આ હેવાનોને જેલના સળીયા ગણાવવાનું અને કાયદાનો પાઠ ભણાવવાનું જરૂરી બન્યું હતું. એસડીપીઓ મંજીતા વણઝારાએ આ અંગે વિસ્તૃત વિગતો મેળવી અને આરોપીઓની ઓળખ કરવા સાથે તેમને ઝડપી પાડ્યા. પોલીસે નવસાદખાન ઉર્ફે દબંગ મુમતાઝખાન બહેલીમ (મહેસાણા, સોનીવાસ), જાવેદ ઉર્ફે નુરો મહોબ્બતખાન પઠાણ (મહેસાણા, સિદ્ધપુરી), સોહિલ ઉર્ફે અક્કો જીવણખાન સીપાઈ (મહેસાણા સિદ્ધપુરી), રાકેશ ચંદુભાઈ રાવળ (મહેસાણા રાવળ વાસ), રાજેન્દ્ર ઉર્ફે ટીનો ગુમાનસિંહ ઝાલા (રેલનગર), અજય ઉર્ફે કાળુ નવાજી ઠાકોર, (મોહનપુરા), વિજયજી ઉર્ફે વિજ્યો પ્રવિણસિંહ ઝાલા/ઠાકોર (મગપરા, મહેસાણા) સામે પોલીસે બળાત્કાર સહિતની ગંભીર કલમો અંતર્ગત ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. આ કેસ એડિશનલ સેશન્સ જજ પી. એસ. સૈનીની કોર્ટમાં ચાલી ગયો.



- Advertisement -

કોર્ટ સામે આરોપીઓને ગુનેગાર સાબિત કરવા પણ પોલીસ માટે એક ચેલેન્જ બરાબર હતા. મંજીતા વણઝારાએ આ કેસમાં ડીએનએની તપાસને આધારે પાંચ આરોપીઓને બરાબર સકંજામાં લીધા હતા. આ ઉપરાંત મહિલાના ગાલ પર ભરવામાં આવેલા બચકામાં પણ તેમણે ડેન્ટીસ્ટની મદદ લીધી અને તેમાં જે આરોપીના દાંત મેચ થતા હતા તે રિપોર્ટને પણ કોર્ટમાં રજુ કર્યો. આમ સતત 52 કલાકની દોડ પછી આરોપીઓને ઝડપ્યા, ધરપકડ કરી, ચાર્જશીટ કરી, કોર્ટમાં રજુ કર્યા અને આખરે પોલીસની મહેનત રંગ લાવી અને આ શખ્સોને કોર્ટે 20 વર્ષની સખત જેલની સજા અને રૂ. 2000નો દંડ કર્યો, આ ઉપરાંત ઈજા પહોંચાડનાર વિજયને બીજી છ મહિનાની સજા આપી હતી. નવસાદ, જાવેદ, સોહિલને કોર્ટે ઉપરાંત 1 વર્ષની સજા અને 1000નો દંડ ફટકાર્યો હતો.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular