Tuesday, May 26, 2026
HomeGeneralરાજકોટઃ પોલીસના જાપ્તામાંથી ભાગી જવાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા દોષિત જાહેર, પોલીસે...

રાજકોટઃ પોલીસના જાપ્તામાંથી ભાગી જવાના કેસમાં ધારાસભ્ય કાંધલ જાડેજા દોષિત જાહેર, પોલીસે કરી હતી મદદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટઃ એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટ તરફથી મોટો ફટકો પડ્યો છે. વર્ષ 2007માં પોલીસ જાપ્તામાંથી ભાગી જવાના મામલામાં કોર્ટે કાંધલ જાડેજાને દોષિત ઠેરવ્યા છે. ફેબ્રુઆરી 2007માં તે પોલીસની મદદથી વિદ્યાનગર રોડ પરની શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જાપ્તામાં હતા ત્યારે ભાગી ગયા હતા. આ મામલામાં 4 પોલીસ કર્મચારીઓ, 3 તબીબો સહિત કુલ 14 શખ્સો સામે આરોપ સર કોર્ટમાં કેસ ચાલ્યો હતો.



આ કેસમાં 2 વર્ષની સજા હોઈ તાત્કાલીક જામીન મુક્તી થઈ શકે તેમ હોવાથી હાલ કાંધલ જાડેજા દ્વારા જામીન લેવાની તજવીજ હાથ ધરાઈ છે. 2007માં પોરબંદરના એક હત્યાના કેસમાં કાંધલ જાડેજાને રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રખાયા હતા. જે તે સમયે જેલમાંથી સારવાર માટે તેમને મનહર પ્લોટમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

દરમિયાન તે જાપ્તા વખતે રખાયેલા પોલીસ કર્મચારીઓની સાથે સાંઠગાંઠ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે પછી કાંધલ જાડેજા 2009માં મહારાષ્ટ્રથી ઝડપાતા તેમને 25 દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજુ કરાતાં કોર્ટે રિમાન્ડ નામંજુર કર્યા હતા જે રિમાન્ડ પોલીસે સેસન્સ કોર્ટમાં પડકાર્યા હતા.

- Advertisement -

વર્ષ 2005માં કાંધલ જાડેજા અને કાના જાડેજાને પૂર્વ નગરસેવક કેશુ નેભા ઓડેદરા સાથે બોલાચાલી થઈ હતી. કાંધલ અને કાના જાડેજાએ આ મામલે કેશુ નેભા ઓડેદરાની હત્યા કરી નાખી હોવાનો આરોપ હતો. જેમાં આ બંને સહિત કુલ 9 આરોપીઓ સામે ફરિયાદ થઈ હતી જોકે વર્ષ 2021માં કાના જાડેજા સહિત 8 આરોપીઓ નિર્દોષ જાહેર થયા હતા.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular