Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નજર ચૂકવી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતી ટોળકીને ઝોન 7 LCBએ દબોચી...

અમદાવાદમાં નજર ચૂકવી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરતી ટોળકીને ઝોન 7 LCBએ દબોચી પાડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) દિવસને દિવસે ગુનાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગુનાગેરો અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અપનાવી લોકોને શિકાર બનાવી રહ્યા છે. ત્યારે વાસણા વિસ્તારમાં લોકોને વિશ્વાસમાં લઈ નજર ચૂકવી ચોરી કરતી ટોળકીનો ઝોન 7 LCBની ટીમે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી નજર ચૂકવી સોના ચાંદીના દાગીના પડવતી હતી. LCBએ ટોળકી પાસેથી ૩ લાખ ૬૬ હજાર રૂપિયા જેટલી રોકડ રકમ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને વાસણા પોલીસ સ્ટેશનને (Vasna Police Station) સુપરત કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વાસણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાની જાણ ઝોન ૭ LCBને થઈ હતી. જેના પગલે ઝોન ૭ LCBના ASI એમ. એલ. રામાણી, પોલીસ કોન્સ્ટેબલ લખધીરસિંહ રતુભા, જીતેન્દ્રસિંહ દશરથસિંહ અને વિજયસિંહ હનુભાને બાતમી મળી હતી કે, નજર ચૂકવી ચોરી કરતી ટોળકી અમદાવાદના વાસણા વિસ્તારમાં આંબેડકર બ્રિજ પાસે લોકોને ચોરીનો શિકાર બનાવવા ફરી રહી છે. જે બાતમીના આધારે LCBની ટીમે બાતમીવાળી જગ્યા પર દરોડો પાડી ચોર ટોળકીના ઈકબાલ કમરૂદ્દીન શેખ, સલમા ઈકબાલ શેખ અને હૈદર અસલમ શેખને દબોચી પાડ્યા હતા, જે તમામ સુરતના રહેવાસી છે.

- Advertisement -

આરોપીની મોડસ ઓપરેન્ડી આ પ્રકારની હતી કે, પહેલા તેઓ જે કોઈ વ્યક્તિ સોના ચાંદીના દાગીના પહેરેલા હોય ત્યાં જઈને બાઈક ઊભું રાખે, ત્યારબાદ આર. કે. શર્મા નામનું દવાખાના કયાં આવેલું છે. તેવું કહી સોના ચાંદી પહેરેલા પુરુષો કે સ્ત્રીઓ પાસે આ ટોળકીનો એક માણસ જઈ વાતચીત કરી અને બાદમાં અન્ય તેના સાગરીતને જાણ કરે. ત્યારે બીજો અન્ય માણસ દેવી દેવતાઓના નામ લઇ વિશ્વાસ કેળવે પછી નામ પૂછી ભોગ બનનાર જો હિન્દુ હોય તો પાવાગઢ મંદિરના પૂજારી તરીકે નામ આપે અને જો મુસ્લિમ હોય તો ખ્વાજા ગરીબ નવાઝની દરગાહની ખાદીમના છોકરા તરીકે ઓળખ આપી પછી પોતાના કાળા કારનામાં શરૂ કરતાં હતાં.

ટોળકી ભોગ બનનારને વિશ્વાસમાં લઈ સોના ચાંદીના દાગીના ઉતરાવી રૂમાલ કે પાકીટમાં મુકાવી દે, ત્યારબાદ દૂધમાં ધોઈ પહેરજો તો ઘરમાં દેવીની કુર્પા થશે તેવું કહી દાગીનાની બેગ ઉતરાવીને પોતાની પાસે રાખી લેતા હતા. તેમજ વિધિ માટે તમને રોડના થાંભલા અને ઝાડ ગણવા પડશે, તેવું કહી જ્યારે ભોગ બનનાર તેમની વાતોમાં આવી આ પ્રવુતિ કરવા જાય તો નજર ચૂકવી દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા હતા. LCBએ આ કળા કરનાર દંપતી સહિત તેના જમાઈની ધરપકડ કરી છે, તેમની પાસેથી ૩,૬૬,૦૦૦ રૂપિયા રોકડા અને એક બાઈક મળી કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ચોરી ટોળકીને વાસણા પોલીસ સ્ટેશનમાં સુપરત કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. તેમના વિરૂદ્ધ સૌરાષ્ટ્રમાં આઠ અને અમદાવાદમાં બે મળી કુલ 10 જેટલા ગુના નોંધાયા છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular