Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadરથયાત્રા દરમિયાન ઇમારત ધરાશાયી થઈ, કાટમાળ નીચે 3 બાળકો સહિત 8 શ્રદ્ધાળુઓ...

રથયાત્રા દરમિયાન ઇમારત ધરાશાયી થઈ, કાટમાળ નીચે 3 બાળકો સહિત 8 શ્રદ્ધાળુઓ દટાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Rath Yatra: આજે અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Rath Yatra 2023) ચાલી રહી છે. રથયાત્રા દરમિયાન જગન્નાથના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થાય છે અને રસ્તાઓ પર જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા રહીને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરે છે. ત્યારે આ રથયાત્રા દરમિયાન દરિયાપૂર (Dariyapur) વિસ્તારમાં એક મકાનના બીજા માળની બાલ્કની ધરાશાયી (balcony collapse) થતાં કેટલાક શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે ફસાયા હતા, પરંતુ પોલીસ અને અન્ય લોકોની મદદથી હાલ તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ રથયાત્રા પોતાના નિયત સમય મુજબ આગળ વધી રહી છે.

પ્રાથમિક જાણકારી મુજબ, દરિયાપૂરમા કડિયાનાકા પાસે આવેલી એક ઇમરતમાં બીજા માળની બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની છે. આ વિસ્તાર રથયાત્રા રૂટમાં આવે છે અને સવારથી જ મોટી સંખ્યામાં લોકો રથયાત્રાના દર્શન કરવા માટે આ વિસ્તારમાં આવીને રથયાત્રાની રાહ જોતાં હતા. ત્યારે અચાનક જ બાલ્કની ધરાશાયી થતાં કાટમાળ નીચે 3 બાળકો સાથિત 8 શ્રદ્ધાળુઓ દટાયા હતા. જોકે રથયાત્રાના કારણે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેથી પોલીસ અને અન્ય લોકોની મદદથી તાત્કાલિક કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, રથયાત્રાનો મોટા ભાગનો રૂટ જૂના અમદાવાદમાંથી પસાર થાય છે, જ્યાં ઘણી બધી ઇમારતો જર્જરિત હાલતમાં છે અને ધરાશાયી થવાની સંભાવના વધારે હોય છે, ત્યારે AMCનું કામ છે કે આવી ઇમારતોનું નિરીક્ષણ કરવું અને શંકાસ્પદ લાગતી ઇમારતો પર જાહેર નોટિસ લગાવવી. જે ઇમારત આજે ધરાશાયી થઈ છે તે પણ જર્જરિત હાલતમાં હતી, તેમ છતાં AMCની બેદરકારી હતી કે આ ઇમારત પર આવી કોઈ નોટિસ લગાવવામાં આવી ન હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો કોઈ વ્યક્તિએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હોત તો તેના માટે કોને જવાબદાર માનવાના?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular