નવજીવન ન્યૂઝ, ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ (Narmada Canal Gandhinagar) માં છેલ્લાં 24 કલાકમાં ડૂબી જવાના બે અલગ-અલગ બનાવોમાં ચાર યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પાણીમાં ડૂબી ગયેલા આંબલીયા બંધુઓ અને વાઘેલા બંધુઓમાંથી બે યુવાનોની લાશ મળી આવી છે. જ્યારે બે લાપતા યુવકોની ફાયરબ્રિગેડની ટીમ શોધખોળ ચલાવી રહી છે.
ભાઈને ડૂબતો જોઈ બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ડૂબ્યો
મૂળ ધોલેરાના વતની અને હાલ અમદાવાદમાં રહેતા સુનિલ ભરતભાઈ આંબલીયા અને રોશન જયંતિભાઈ આંબલીયા ગાંધીનગર જિલ્લાના લીંબડીયા અને કરાઈ વચ્ચે વલાદ પાસેની નર્મદા કેનાલ ખાતે ગયા હતા. કેનાલમાં હાથપગ ધોવા જતાં એક ભાઈનો પગ લપસતા તે પાણીમાં પડી ગયો હતો. ભાઈને ડૂબતો જોઈ બીજો ભાઈ તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યો હતો. બે ભાઈઓ પૈકી સુનિલનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે રોશનની શોધખોળ ચાલી રહી છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નિખિલની લાશ મળી, નીરજની શોધખોળ ચાલુ
અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા નિખિલ જયંતિભાઈ વાઘેલાને તેમના ભાઈ નીરજ સાથે ઉગ્ર બોલાચાલી તેઓ રિસાઈને ઘરેથી નીકળી ગયા હતા. દહેગામ નરોડા હાઈવે પર રાયપુર પાસેની કેનાલમાં નિખિલ વાઘેલાએ ઉશ્કેરાટમાં ઝંપલાવી દીધું હતું. આ સમયે પાછળ આવી રહેલા ભાઈ નીરજ નિખિલને બચાવવા કેનાલમાં કૂદ્યા હતા. શોધખોળ દરમિયાન મેદરા ગામ પાસેની કેનાલમાંથી નિખિલ વાઘેલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે નીરજની શોધખોળ ચાલુ છે. આ મામલે ડભોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








