નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પરિવારમાં તો હારીને જીતવાનું અને જીવવાનું હોય છે. આ વાત દરેક વ્યક્તિ માટે સમાન રીતે લાગુ પડતું હોય તેવું નથી. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય શકે પણ તે મતભેદ મનભેદમાં ફેરવાય અને જે વ્યક્તિ સામે મતભેદ સાથે મનભેદ થઈ રહ્યો છે તેની હત્યા કરવામાં આવે ત્યારે હારીને જીતવાના અને જીવવાના વાતનો છેદ ઊડી જાય છે. ત્યારે અમેરીકામાં બિલિમોરાના નિવૃત્ત PSI અને તેમની પત્ની તથા પુત્રની હત્યા દોહિત્રએ જ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જીલ્લાના બિલિમોરાનો બ્રહ્મભટ્ટ પરિવાર 15 વર્ષથી અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયો છે. બ્રહ્મભટ્ટ પરિવારના દિલીપ બ્રહ્મભટ્ટ બિલિમોરામાં પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે અને અત્યારે પરિવાર સાથે અમેરિકાના સાઉથ પ્લેનફિલ્ડ, ન્યૂજર્સીના મિડલસેક્સ કાઉન્ટીમાં પોતાના ઘરે રહેતા હતા.
અમેરીકામાં રહેતા દિલીપ બ્રહ્મભટ્ટના પરિવારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ બાબતને લઈ પારિવારિક ઝગડો ચાલી રહ્યો હતો. આ ઝગડો કઈ બાબતને લઈ ચાલી રહ્યો હતો, તે જાણી શકાયું નથી. પણ ઘણા સમયથી ચાલી રહેલા આ પારિવારિક ઝગડાનો કરૂણ અંત આવ્યો છે. દિલીપ બ્રહ્મભટ્ટના 23 વર્ષીય દોહિત્ર ઓમ બ્રહ્મભટ્ટ દિલીપ, તેમના પત્ની બિંદુ બ્રહ્મભટ્ટ તથા તેમના દીકરા યશ બ્રહ્મભટ્ટની હત્યા કરી નાખી છે. અમેરિકાના ન્યૂજર્સીમાં હત્યાની ઘટના બાદ ન્યૂજર્સી પોલીસે ઓમ બ્રહ્મભટ્ટની ધરપકડ કરી છે. આમ દોહિત્રએ જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરતાં સ્વજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796