Saturday, March 15, 2025
HomeNationalજાહેરાતો માટે 500 કરોડની જોગવાઈ થાય તો પ્રોજેક્ટ માટે કેમ નહીં ?...

જાહેરાતો માટે 500 કરોડની જોગવાઈ થાય તો પ્રોજેક્ટ માટે કેમ નહીં ? રેપિડ રેલ પ્રોજેક્ટ મામલે સુપ્રિમ કોર્ટની નારાજગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સરકાર જ્યારે કોઈપણ પ્રોજેક્ટ માટે કરાર કરે અને કરાર મુજબ જ્યારે રકમની ચુકવણી ન થાય ત્યારે જે તે કંપનીએ અથવા વ્યક્તિને કોર્ટનો આશરો લેવો પડે છે. સ્વાભાવિક રીતે જ કોઈ કોઈ પ્રોજેક્ટ માટે નક્કી થયેલી રકમ કરારની શરતો મુજબ સરકારે નિયમિતરૂપે ચૂકવવાની હોય, ત્યારે દિલ્હીમાં રેપિડ રેલ પ્રોજેક્ટ (Rapid Rail Project) મૂદ્દે બાકી રકમની ચુકવણી માટે થયેલી સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે (Supreme Court) દિલ્હી સરકારનો (Delhi Government) ઉધડો લીધો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સુપ્રિમ કોર્ટમાં રેપિડ રેલ પ્રોજેક્ટ માટે બાકી રકમનો હિસ્સો ચૂકવવા બાબતે થયેલી સુનાવણીમાં જસ્ટિસ સંજય કિશન કોલ નારાજ થયા હતા અને કહ્યું કે, દિલ્હી સરકારને રેપિડ રેલ પ્રોજેક્ટ માટે તેનો હિસ્સો ચૂકવવાના આદેશનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે. દિલ્હી સરકાર તરફથી કહેવામા આવ્યું કે, દિલ્હી સરકારે બાકી રકમની આંશિક ચુકવણી કરી દીધી છે. આ બાબતે કોર્ટે ટીપ્પણી કરતાં કહ્યું કે, આદેશનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. દિલ્હી સરકારે કરેલી આંશિક ચુકવણી માટે કોઈ વ્યાજબી કારણ નથી. સુપ્રિમ કોર્ટે વધુમાં એમ પણ કહ્યું કે, દિલ્હી સરકારની જવાબદારી છે કે, તે સમયસર પ્રોજેક્ટ માટેની રકમ ચૂકવી દે. પણ અહીયાં તો કોર્ટે દિલ્હી સરકારને રકમ ચૂકવવા માટે દબાણ કરવું પડે તેવી સ્થિતિ છે.

- Advertisement -

રેપિડ રેલ પ્રોજેક્ટ મામલે સુપ્રિમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં એમ પણ કહેવામા આવ્યું કે, સરકાર દ્વારા જાહેરાતો માટે બજેટમાં 500 કરોડની ફાળવણી કરી શકાતી હોય તો પ્રોજેક્ટ માટે 400 કરોડની ચૂકવણીમાં આટલો વિલંબ કેમ? જો કે સુપ્રિમના આકરા વલણ બાદ દિલ્હી સરકાર પ્રોજેક્ટ માટેની રકમ ચૂકવવા સંમત થઈ છે અને આગામી 7 ડિસેમ્બરે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular