નવજીવન ન્યૂઝ. ઉત્તરકાશી: ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં 41 મજૂરો ફસાયેલા હતા. 17 દિવસથી ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા રેસક્યું ટીમ અથાગ મહેનત કરી રહી હતી. ટનલમાં ફસાયેલા મજૂરોને ટનલમાંથી હેમખેમ બહાર કાઢવા તમામ ટેક્નોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અમેરીકી ઓગર મશીન પણ કામે લગાડવામાં આવ્યું હતું, ત્યારે શ્રમિકોએ મોત સાથેના જંગમાં મોતને પરાસ્ત કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરકાશીમાં સિલ્કયારા ટનલમાં 41 શ્રમિકો 17 દિવસથી ફસાયેલા હતા. શ્રમિકો 60 મીટર જેટલા અંતરે ફસાયેલા હતા. બચાવ ટુકડી દ્વારા શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને ટેક્નોલોજીકલ તમામ સાધનો પણ કામે લગાડવામાં આવ્યા હતા. ટનલમાં મેટાલિક મટિરિયલ હોવાના કારણે કામે લગાડવામાં આવેલા મશીનો પણ બંધ પડી ગયા હતા અને અનેક અવરોધો વચ્ચે બચાવકાર્ય ચાલી રહ્યું હતું. અંતે અમેરીકી ઓગર મશીનનો પણ બચાવકાર્ય માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરીકી ઓગર મશીનમાં પણ ખામીઓ સર્જાઈ હતી, જેના કારણે ટનલમાં ફસાયેલા મજૂરો માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી. જો કે બચાવટુકડીએ ટનલમાં ફસાયેલા તમામ શ્રમિકોને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટેની વ્યવસ્થા કરી હતી અને સત્વરે શ્રમિકો બહાર આવી જાય તે માટેના તમામ પ્રયાસો બચાવટુકડીએ હાથ ધાર્યા હતા.

ટનલમાં ફસાયેલા મજૂરોની હિંમતને પણ દાદ આપવી પડે. સતત 17 દિવસ સુધી જ્યાં મોત સામે ભમતું હોય તેની સામે ઝઝૂમવું તે તેમની હિંમતનું ઉદાહરણ છે. અનેક અવરોધો વચ્ચે ચાલી રહેલા રેસક્યું ઓપરેશન દરમિયાન PMOની ટીમ પણ સમીક્ષા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. CM ધામી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારે વર્ટીકલ કામગીરી અને ડ્રીલિંગ બાદ ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો હેમખેમ બહાર આવી ગયા છે.
ટનલમાંથી હેમખેમ બહાર આવેલા શ્રમિકોના ચહેરા પર બચી જવાની એ ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી. સફળ બચાવકાર્ય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો સાથે વાત કરી હતી અને તેમના ખબર અંતર પૂછ્યા હતા. CM ધામીએ શ્રમિકોનું પુષ્પાંજલિ અર્પણ કરીને સ્વાગત કર્યું હતું. આ પછી, તમામ કામદારોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. ઉત્તરાખંડ સરકાર તરફથી મજૂરોને 1-1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ઉપરાંત, ધામી સરકારે કંપનીને 41 બરતરફ કામદારોને પગાર સાથે 10-15 દિવસની રજા આપવા અપીલ કરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796