Friday, August 21, 2026
HomeGujaratAhmedabadકોરોના બાદ H3N2 એ લીધો લોકોનો ભરડો, અમદાવાદ સિવિલમાં સતત કેસમાં વધારો

કોરોના બાદ H3N2 એ લીધો લોકોનો ભરડો, અમદાવાદ સિવિલમાં સતત કેસમાં વધારો

- Advertisement -

નવજીવન ન્યુઝ અમદાવાદ: influenza H3N2 Virus in Ahmedabad: ગુજરાતમાં કોરોના બાદ હવે H3N2 વાયરસનું (influenza H3N2 Virus) સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, અમદાવાદમાં આવેલી સિવિલ હોસ્પીટલમાં (Civil Hospital, Ahmedabad)છેલ્લા કેટલાક દિવસોથી H3N2 વાયરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્ર અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં H3N2 વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે અને સતત તેના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વાયરસ કોરોના જેટલો ઘાતક નથી તેમ છતાં તેની સંક્રમણની પદ્ધતિ કોરોના વાયરસને મળતી આવતી હોવાને કારણે આ વાયરસને લઈને લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. આ વાયરસના લક્ષણો પણ કોરોનાને મળતા આવે છે, જેમ કે દર્દીને શરદી, ખાંસી અને તાવ આવે છે અને દર્દી આ વાયરસથી લગભગ 10થી 12 દિવસ સુધી સંક્રમિત રહે છે.

- Advertisement -

H3N2થી બચવા શું ધ્યાનમાં રાખવું

તબીબો દ્વારા દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, “આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો. વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે. આ ફ્લૂનાં સામાન્ય લક્ષણો ગણાય છે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular