નવજીવન ન્યૂઝ. અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્ટ્રીટ લાઈટ થાંભલાને લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે. AMCની સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, શહેરમાં નવા સ્ટ્રીટ લાઇટ પોલ પર ભગવો કલર (Street light poles Saffron Colour)લગાવવામાં આવશે. નવા વિસ્તારમાં લાગતા નવા સ્ટ્રીટ લાઇટ પોલના કલર બદલાશે અને ભગવા કલરથી સ્ટ્રીટ લાઇટના પોલ રંગાશે.
હવે અમદાવાદના નવા વિસ્તારોમાં ભગવા કલરના સ્ટ્રીટ લાઈટના થાંભલા પણ જોવા મળશે. ગઈકાલે યોજાયેલી AMCની સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરની સ્ટ્રીટ લાઈટ થાંભલાને લઈને મહત્વનું સૂચન કરવામાં આવ્યું છે. નવા લગાવવામાં આવી રહેલા સ્ટ્રીટ લાઈટના થાંભલા હવે સિલ્વર કલરની જગ્યાએ ભગવા રંગના જોવા મળશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, “અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટના પોલ સીલ્વર કલરથી જ કરવામાં આવે છે. પોલને નવો કલર કરવા માટે વિચાર કરવામાં આવ્યો હતો, જેમાં બધા લોકોનું સુચન હતું કે પોલની અડધી સાઈઝમાં કેસરી કલર કરીશું તો લાઈટના રિફલેક્ટરમાં પણ કામમાં આવશે. નવા પોલી લગાવવાના છે તેમાં અડધી જગ્યામાં કેસરી કલર કરવાનું સુચન કરવામાં આવ્યું છે.”
વધુમાં જણાવતા કહ્યું હતુ કે, “અમદાવાદ મહાનગર દ્વારા ગયા બજેટની અંદર સુકા અને ભીના કચરા માટે દરેક ઘર સુધી બે ડસ્ટબીન પહોંચે તેવો પ્રયાસ કરવા અગાઉ 20 કરોડની રકમ નક્કી કરવામાં આવી હતી. જેમાથી 16 લાખથી વધુના ડસ્ટબીન ખરીદ્યા અને વેચ્યા બાકીના ઘરો સુધી પહોંચવા માટે બીજા 20 કરોડની રકમનું આયોજન કરવામાં આવ્યું છે. હજુ પણ અનેક વિસ્તારમાં ડસ્ટબીન આપવાનું આયોજન છે. 16 લાખ ટેક્સ કરદાતાઓ ડોર ટુ ડોર ડસ્બીન આપવાનું આયોજન AMCએ કર્યું છે. સાથે જ AMC આર્થીક તંગીમાંથી બહાર આવવા માટે પોતાની માલિકીના પ્લોટ વેચશે, AMC 7 પ્લોટ વેચીને 500 કરોડની આવક મેળવવાનો અંદાજ છે. અગાઉ પણ આ રીતે પ્લોટ વેચવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં AMCને નિષ્ફળતા મળી હતી.”
Tag: Street light poles will be painted saffron Colour in Ahmedabad City
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








