નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટીના(Gujarat University) વિદ્યાર્થીઓને મોંધવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં 500% જેટલો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. સાથે જ ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પહેલા વિદ્યાર્થીઓને 1500 રૂપિયા જેટલો ખર્ચ થતો હતો તે હવેથી 4500 સુધી પહોંચ્યો છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને મોધવારીનો ડામ લાગશે તેમ જણાય છે. કારણ કે, માર્કશીટ વેરિફિકેશન ફી 50 રૂપિયાથી વધારીને 404 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે ડિગ્રી વેરિફિકેશનના 200 રૂપિયાથી વધારીને 554 કરાયા છે. ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં 500થી વધારીને 736 રૂપિયા કરાયો. માઈગ્રેશન સર્ટિફિકેટનાં 110થી વધારીને 452 રૂપિયા કરવામાં આવ્યો. પ્રોવિઝનલ સર્ટિફિકેટની ફી રૂપિયા 200થી વધારીને 436 કરાયા છે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા લગભગ તમામ ફીમાં 200થી 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની માર્કશીટ કે ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન કરાવવું હોય તો નવા ભાવ મુજબ પૈસા ચૂકવવાના રહેશે. સાથે જ આ તમામ ફી નોનરીફન્ડડેબલ હોય છે. ખાસ કરીને જ્યારે વિદેશમાં જ્યારે કોઈ વિદ્યાર્થીને જવાનું હોય ત્યારે અથવા કોઈ અન્ય યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવાનો હોય ત્યારે કેટલાક ડોક્યુમેન્ટ તેમને યુનિવર્સિટી પાસેથી મેળવવાનો હોય છે. પહેલા વિદ્યાર્થીઓને 1500 રૂપિયાનો ખર્ચ લાગતો હતો તે હવે 4500 રૂપિયા સુધી પહોંચ્યો છે.
Tag : Gujarat University hiked fees up to 500%
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








