નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Latest News :આજરોજ 15 ફેબ્રુઆરીના રોજ રાજકોટ કલેકટર કચેરી (Rajkot Collector Office) ખાતે અમૂલ ઈન્ડસ્ટ્રીઝના (Amul Industries) કામદારોએ આત્મહત્યાનો પ્રયાસ(Workers attempt suicide) કર્યો હતો. કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં કામદારોએ પોતાના પગાર અને પી.એફ.ની રકમ માટે વિરોધ પ્રદર્શન કરી કલેકટર તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટની અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કામદારો લાંબા સમયથી ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કામદારોનો આક્ષેપ છે કે તેમના કંપની દ્વારા બાકી રહેતો પગાર અને પી.એફ.ની રકમ ચૂકવવામાં આવી નથી. આ મામલે અગાઉ કામદારોએ આજી GIDC વિસ્તારમાં સ્થિત અમૂલ ઈન્ડસ્ટ્રીઝ ખાતે પણ ધરણા કરી પોતાની માગણી ઉઠાવી હતી. ઉપરાંત તે બાદ પણ તેમણે સરકારી તંત્રને આ મામલે રજૂઆત કરી હતી. પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં મળતા કામદારો આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. કલેકટર કચેરી ખાતે પહોંચેલા કામદારોએ ‘અમારો પગાર આપો’ ‘અમારો પી.એફ. આપો’ જેવા પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી કલેકટર તંત્રની મદદ માગી હતી. દરમિયાન ત્રણ કામદારોએ કલેકટર કચેરી પરિસરમાં જ ઝેર દવા પી લેવાનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થયું હતું.
કામદારોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા કલેકટર કચેરી ખાતે રહેલા પોલીસ કર્મચારીઓએ ત્રણેય કામદારોને પકડી લીધા હતા. સદનસીબે પોલીસકર્મીઓની હાજરીને કારણે મોટી ઘટના દુઃખદ ઘટના બનતી અટકી હતી. કલેકટર કચેરી ખાતે હૈયા વરાળ ઠાલવતા કામદારોએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમે ત્રણ-ત્રણ વર્ષથી આંદોલન કરી રહ્યાં છીએ પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. અમે આ ત્રીજી વખત ભૂખ હડતાળ કરી છે પણ અમારી માગણી તરફ સરકારી તંત્ર કોઈ ધ્યાન નહીં આપી માત્ર કંપની તરફ જ વાત કરે છે. અમને ન્યાય નથી મળતો માટે અમારે આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








