નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Junior Clerk Exam Date 2023: તાજેતરમાં જ પંચાયત સેવા પસંદગી બોર્ડની (GPSSB) જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપરલીક (Junior Clerk Paper Leak)થતા રદ કરવામાં આવી હતી. ભારે હંગામો અને પ્રજાનો રોષ જોતા પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષને હટાવી ઈન્ચાર્જ તરીકે IPS હસમુખ પટેલની (IPS Hasmukh Patel) નિમણૂક કરવામાં આવી હતી. હસમુખ પટેલને નિમણૂકની સાથે જ જણાવ્યું હતું કે, ઉમેદવારો તૈયારીમાં લાગી જાઓ વહેલામાં વહેલી પરીક્ષા ફરીથી લેવામાં આવશે. ત્યારથી ઉમેદવારો ભરતી પરીક્ષાની રાહે બેઠા હતા. એવામાં આજરોજ હસમુખ પટેલ દ્વારા મહત્વની ટ્વિટ (Hasmukh Patel Tweet)કરવામાં આવતા ઉમેદવારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
પંચાયત સેવા પસંદગી મંડળના પેપર લીક થયા બાદ મંડળના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલને ઈન્ચાર્જ પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સરકારના આ નિર્ણયથી ઉમેદવારોમાં હવે આગમી પરીક્ષાના પેપર નહીં ફૂટે તેવી ઢાઢસ બંધાઈ હતી. ત્યારે હસમુખ પટેલ દ્વારા પણ પરીક્ષા સંપૂર્ણ પણે ગુપ્તતા અને યોગ્ય રીતે લેવાશે તેમજ વહેલી તકે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તેવી વાત કહી હતી. ત્યારે આજરોજ હસમુખ પટેલે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે, “પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રીલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી માગવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બદા તારીખ જાહેર કરવામાં આવશે.”

મહત્વની વાત છે કે જુનિયર ક્લાર્કની 1181 ખાલી પડેલી જગ્યા પર ભરતી માટે પરીક્ષાનું આયોજન થયું હતું પરંતુ પેપરલીકના કારણે તે રદ કરવામાં આવી હતી. જેના કારણે 9 લાખ 53 હજાર જેટલા ઉમેદવારોની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. આ સમયે મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ફરીથી પરીક્ષા 100 દિવસમાં લેવામાં આવશે તેમજ પરીક્ષામાં જતા ઉમેદવારો વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા બસમાં મુસાફરી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSની ટીમ દ્વારા પરીક્ષાની આગલી રાત્રે જ પેપરલીકનું કૌભાંડ ઝડપી લેવાયું હતું. તેમજ પેપરલીક મામલે ગુજરાત ATS દ્વારા 16 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જેમાં ખુલવા પામ્યું હતું કે, હૈદરાબાદ સ્થિતી પ્રેસમાંથી જ પેપર બહાર આવ્યું હતું અને વડોદરા ખાતે આ પેપર ગ્રાહક ઉમેદવારોને આપવામાં આવે તે સમયે જ આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
TAG: Gujarat Junior Clerk Exam Date 2023 announced
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








