નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar Cylinder blast News: સુરેન્દ્રનગરના (Surendranagar)રતનપર વિસ્તારમાં અચાનક ધડાધડ વિસ્ફોટ (Blast) થવા લાગતા આસપાસના રહીશોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રચંડ અવાજ સાથે થઈ રહેલા વિસ્ફોટના કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા અને ભયનો માહોલ સર્જાયો હતો.
આજરોજ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં અચાનક જ રહેણાંક મકાનમાં વિસ્ફોટ શરૂ થયા હતા. મકાનની અંદર મોટ સંખ્યામાં પડેલા એલ.પી.જી. ગેસના સિલિન્ડર કોઈ કારણોસર ફૂટતા આગ લાગી હતી. આગ બાદ ધડાધડ અન્ય ગેસ સિલિન્ડર પણ ફૂટવા લાગતા હતા અને થોડીવાર માટે વિસ્તારમાં વિસ્ફોટની ધણધણાટી ગુંજી ઉઠી હતી. વિસ્ફોટના કારણે ભય ફેલાતા આસપાસ રહેતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિકો ભયના માહોલ વચ્ચે પોતાના મકાન છોડી જીવ બચાવવા રસ્તા પર દોડી ગયા હતા. વિસ્ફોટના કારણે મકાનમાં લાગેલી આગની ઉંચી લપટો દૂર સુધી જોવા મળતા કુતૂહલવશ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વિસ્ફોટ અને આગના સમાચાર મળતા જ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચી ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો અને બાદમાં આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક રીતે રહેણાક મકાનમાં મોટી સંખ્યામાં એલ.પી.જી. ગેસના સિલિન્ડર રાખવામાં આવેલા હોય આગ લાગતા તે સિલિન્ડર ફાટવા લાગ્યા હોવાનું માનવામાં આવે છે. હાલ આગના કારણને સમજવા ફાયરબ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








