Thursday, April 30, 2026
HomeGujaratનવા રેન્જ DIGએ આપેલી સુચનાનો કડીની પોલીસ અમલ કેવી રીતે કરશે ?

નવા રેન્જ DIGએ આપેલી સુચનાનો કડીની પોલીસ અમલ કેવી રીતે કરશે ?

- Advertisement -

તોફિક ઘાંચી (નવજીનવ ન્યૂઝ. કડી): ગુજરાતમાં તાજેતરમાં જ IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, એ અંતર્ગત IPS વિરેન્દ્રસિંહ યાદવને ગાંધીનગર રેન્જ DIG તરીકે મૂકવામાં આવ્યા છે. ત્યારે હવે તેમણે પોતાના તાબામાં આવતા વિસ્તારોમાં વિઝિટ કરી રહ્યા છે અને પોલીસને જરૂરી સૂચનો આપી રહ્યા છે. જેમાં તેમણે મહેસાણા (Mehsana) જીલ્લામાં પણ વિઝિટ કરી હતી. તેમણે જિલ્લા પોલીસને ટકોર કરતાં કહ્યું હતું કે, ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ગુજસીટોક કાયદાનો (Gujctoc Act) અમલ કરીને માથાભારે તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. જો પોલીસની ગુનેગારો સાથે કોઈ સંડોવણી સામે આવી તો પોલીસ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ રેન્જ IGએ જણાવ્યું હતું.

ત્યારે મહેસાણા જિલ્લાના કડીની (Kadi) જો વાત કરવામાં આવે તો, કડીમાં દિવસેને દિવસે ગુનેગારો બેફામ બન્યા છે. ચોરી, લૂંટ, મારમારી અને હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ રોજ પોલીસ ચોપડે નોંધાય છે. આ ઉપરાંત દારૂ અને જુગાર તો કડીમાં સામાન્ય જ બની ગયું છે. આરોપીઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલી રહી છે, ત્યારે સ્થાનિકો માગ કરી રહ્યા છે કે આવા ગુનેગારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.

- Advertisement -

કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ દ્વારા સતત રાત્રિના સમયે પેટ્રોલીંગ અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પેટ્રોલીંગ અને ચેકિંગમાં માત્ર સ્થાનિકો જ હેરાન થાય છે અને રાત્રિ દરમિયાન બનતા ગુનાઓમાં કોઈ ઘટાડો થયો નથી, તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે નવા નિમાયેલા રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવની સૂચનાઓનું પાલન કડી પોલીસ (Kadi Police) કેવી રીતે કરશે ?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular