Monday, April 20, 2026
HomeGeneralAMCના નવા નિયમોના વિરોધમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા રેલી...

AMCના નવા નિયમોના વિરોધમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા રેલી કાઢવામાં આવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા છેલ્લા ઘણા સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હોસ્પિટલ્સને બીયુ પરમીશન અને ફોર્મ સી માટે રિન્યુઅલ માટે નોટિસ આપવામાં આવી રહી છે, તેના વિરોધમાં આજે ખાનગી હોસ્પિટલ્સના ડોક્ટર્સ અને પેરમેડિકલ સ્ટાફ રસ્તા ઉપર ઉતાર્યા હતા. અમદાવાદનાં આશ્રમ રોડ વિસ્તારમાં આવેલા વલ્લભ સદન આગળ ડોકટ્ર્સ દ્વારા AMCના નવા નિયમોના વિરોધમાં રેલી કાઢવામાં આવી હતી તેમજ AMC કમિશનર લોચન શહેરાને આવેદન આપવા ડોકટર્સ રિવરફ્રન્ટ હાઉસ પહોંચ્યા હતા.



જો કે AMC કમિશનર લોચન શહેરા રાઉન્ડ માટે નિકલયા હોવાને કારણે મળી શક્ય ન હતા, તેમણે ડોક્ટર્સને બપોરનો સમય લઈને મળવા આવવા જણાવ્યુ હતું. આ ડોકટર્સ બપોરના સમયે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને આવેદન પત્ર આપવા જવાના છે. તેમની મુખ્ય માગો એવી છે કે હાલ જે ‘સી ફોર્મ’ આપેલું છે તેની મુદતમાં એક વર્ષનો વધારો કરવામાં આવે અને AMC દ્વારા જે બિલ્ડિંગમાં ‘બીયુ પરમીશન’ ન હોય તેમને જેતે સમયે જે કાયદો અમલમાં હતો તે મુજબ જ બીયુ પરમીશન આપવામાં આવે.

આજે આ નવા નિયમોના વિરોધમાં ડોક્ટર્સ મોટી સંખ્યામાં વલ્લભ સદન આગળ એકત્રિત થયા હતા અને આ વિરોધ અંતર્ગત AHNAમાં આવતા હોસ્પિટલ્સના ડોક્ટર્સ દ્વારા આજે અવરની OPD બંધ રાખવામા આવી છે,જે સાંજે રાબેતા મુજબ ફરી શરૂ કરવામાં આવશે.



આ અંગે વાત કરતાં અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ (AHNA)ના પ્રમુખ ડૉ. ભારત ગઢવીએ જણાવ્યુ હતું કે, “AMC દ્વારા પહેલી વાર આવી રીતે હોસ્પિટલના રજિસ્ટ્રેશનના રિન્યુઅલ માટે ‘બીયુ પરમિશન’ની માગણી કરવામાં આવી છે. શહેરમાં 50 ટકા બિલ્ડિંગ્સ BU પરમિશન વગરનાં છે. ‘સી ફોર્મ’ના કાયદામાં થોડી છૂટછાટ આપવામાં આવે. સી ફોર્મના નવા નિયમોને કારણે 500 જેટલી હોસ્પિટલો બંધ થઈ જશે. આજે આ સી ફોર્મના નિયમોમાં ફેરફાર લાવવા માટે વલ્લભ સદન પાસે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધપ્રદર્શન કર્યું છે અને આજે સવારે OPD બંધ હોવાને કારણે દર્દીઓને પડતી તકલીફ માટે અમે માફી માગીએ છીએ.”


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular