નવજીવન ન્યૂઝ. મુંબઈ: દેશમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ એટલી હદે વ્યાપી ગયો છે કે લગભગ સરકારી વિભાગોમાં પૈસા આપ્યા વગર કામ થતા નથી. ત્યારે મહારાષ્ટ્ર (Maharashtra) માં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગેવરાઈ ગામના સરપંચે શુક્રવારના રોજ પંચાયત સમિતિ સામે રૂપિયા 2 લાખનો વરસાદ કરી ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવ્યો હતો.
મહારાષ્ટ્રના સંભાજીનગર જિલ્લાના ગેવરાઈ પયાગા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં ગામના સરપંચ મંગેશે ગત શુક્રવારના રોજ બપોરના સમયે પંચાયત સિમિતિ સામે પૈસાનો વરસાદ કર્યો હતો. મંગેશનો આક્ષેપ હતો કે પંચાયત સમિતિના અધિકારી દ્વારા કૂવાના બાંધકામની દરખાસ્ત મંજૂર કરવવા માટે 12 ટકાની લાંચની માગમી કરી હતી. જેના કારણે તેઓ ગુસ્સે ભરાયા હતા અને પંયાયત સમિતિ સામે જ પૈસાનો વરસાદ કરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો: ભડકાઉ ભાષણ મામલે કાજલ હિન્દૂસ્તાની પર કાર્યવાહી થશે? ઉનામાં પી.આઈ. ગોસ્વામીની સરાહનીય કામગીરી
સરપંચે આ તકે મીડિયાને જણાવ્યું હતું કે, પંચાયત સમિતિની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓએ કૂવા, કેનાલ અને પશુઓના શેડ બાંધવા જેવા પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે લાંચની માગણી કરી હતી. તેમણે પ્રોજેક્ટન ખર્ચના 12 ટકા લેખે લાંચની માગણી કરતા સરપંચે ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના નાતે તેનો વિરોધ નોંધાવ્યો છે.
મહત્વની વાત છે કે શુક્રાવારે સરપંચ પંચાયત સિમિતિ સામે ચલણી નોટનો હાર પહેરી પહોંચ્યા હતા. બાદમાં તેમણે ત્યાં કચેરીના પરિસરમાં જ નોટોનો વરસાદ શરૂ કરી ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માગણી કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જરૂરિયાત પડશે તો હજુ ગરીબ ખેડૂતો માટે તેઓ વધારે પૈસા લાવી વરસાદ કરશે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન તેમણે રૂપિયા 2 લાખ જેટલી માતબાર રકમનો વરસાદ કચેરીના પ્રાંગણમાં કરી વિરોધ નોંધાવ્યો હતો.
મહત્વની વાત છે કે સરપંચે કહ્યું હતું કે, ગામના 20 જેટલા કૂવાની દરખાસ્ત કચેરીમાં પડી છે. પરંતુ તેને મંજૂર કરવા માટે બ્લોક ડેવલોપમેન્ટ ઑફિસર તે પ્રસ્તાવને મંજૂર કરવા માટે 12 ટકા લાંચની માગણી કરી રહ્યા છે. જેના કારણે બુધવારના રોજ જૂનિયર એન્જિનિયર ગાયકવાડ અને ગ્રામ રોજગાર સેવક રૂપિયા 1 લાખ રોકડા લઈ બ્લોક ડેવલોપમેન્ટ ઑફિસર પાસે પહોંચ્યા હતા. પરંતુ તેમણે આ પૈસા સ્વિકાર્યા નહીં અને પુરા 12 ટકા જ લેવાની જીદ કરી હતી. માટે તેઓ શુક્રવારે કચેરીના પરિસરમાં આ રીતે રૂપિયા 2 લાખનો વરસાદ કરી વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








