Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમૂલનું દૂધ ગરીબની પહોંચથી દૂર! અમૃકાળમાં મોંઘવારીનો ડામ, વાંચો નવા ભાવ...

અમૂલનું દૂધ ગરીબની પહોંચથી દૂર! અમૃકાળમાં મોંઘવારીનો ડામ, વાંચો નવા ભાવ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ (Ahmedabad News): દિવસેને દિવસે વધતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી નાંખી છે. મોજશોખથી માંડીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મોંઘી બનતા સામાન્ય જનતાની સ્થિતિ દાઝ્યા પર ડામ સમાન બની છે. ત્યારે મહિનાની શરૂઆતમાં જ જનતાને મોંઘવારીનો ફટકો પડ્યો છે. અમૂલે (Amul) ફરી એકવાર દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. અમૂલ દુધની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું દુધ, બફેલો દુધ સહિતની બ્રાન્ડમાં અમૂલે 500 મિલી દૂધની થેલી પર રૂ. 1 અને લીટર દૂધની થેલી પર રૂપિપા 2નો વધારો કર્યો છે. જેને લઇને વધુ એકવાર ગરીબ તેમજ મધ્યમવર્ગને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો: અમૂલમાં ચાર દાયકા જૂના MD આર.એસ સોઢીને તાત્કાલિક રાજીનામું આપવા આદેશ

મહત્વનું છે કે, અમૂલ ગોલ્ડ અને ટી સ્પેશિયલ દૂધની થેલી પર 6 મહિના અગાઉ પણ આ પ્રકારે રૂ 1 અને 2 નો વધારો ઝીંકવામાં આવ્યો હતો. મહત્વનુ છે કે આ દૂધના ભાવવધારાથી ગૃહિણીઓના બજેટ ખોરવાશે. દૂધ એવી ચીજ છે કે, લોકો દરરોજ જીવન જરુરિયાતના ઉપયોગમાં લેતા હોય છે. જેના કારણે ભાવવધારાથી જનતાએ પણ નારાજગી વ્યકત કરી છે. હવેથી દૂધની 500 મીલી થેલી રૂપિયા 1ના વધારા સાથે 32 રૂપિયામાં મળશે અને ટી સ્પેશિયલ એક લીટર દૂધની થેલીમાં રૂપિયા 2 ના વધારે સાથે 60 રૂપિયામાં મળશે.

- Advertisement -

સમ્રગ ગુજરાતમાં અમૂલ દૂધનો નવો ભાવ આજથી અમલી બન્યો છે. ત્યારે અમૂલે સ્ષ્ટતા કરી છે કે, દુધના ભાવમાં વધારો કરવાથી ઉત્પાદન ખર્ચમાં વધારો થશે.

દૂધનું નામજૂનો ભાવનવો ભાવ
અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મીલી2829
અમૂલ બફેલો દૂધ 500 મીલી3234
અમૂલ ગોલ્ડ દૂધ 500 મીલી3132
અમૂલ ડીટીએમ ( સ્લીમ અને ટ્રીમ)દૂધ 500 મીલી2223
અમૂલ ટી સ્પોશિયલ દૂધ 500 મીલી2930
Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular