નવજીવન ન્યૂઝ. નોઈડા: Noida News: આજકાલ રીલ બનાવવા માટે થઈને લોકોના જીવને જોખમમાં મૂકીને ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પર જોખમી સ્ટંટ કરવાની એક ફેશન બની ગઈ છે. તેની સામે કડક કાર્યવાહી છતાં યુવાનો ભાન ભૂલીને રીલની ઘેલછામાં આવા સ્ટંટ કરતા વિડીયો (Car Stunt Video) બનાવતા હોય છે. ત્યારે એક યુવાનને કારનું સનરૂફ ખોલીને સ્ટંટ કરવું ભારે પડ્યું છે. કારણ કે ટ્રાફિક પોલીસે (TrafFic Police) 26,000નું ચલણ જારી કરીને તેની સામે કાર્યવાહી કરી છે.
હાલ લોકોમાં કારનું સનરૂફ ખુલ્લું મૂકીને શૉબાજી કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર, નોઈડાના સેક્ટર-18ની એક ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેમાં એક યુવાન જાહેર રસ્તા પર પુરપાટે દોડતી સફેદ કલરની કારનું સનરૂફ ખોલીને સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વિડીયો પ્લેટફોર્મ ‘X’ એટલે કે Twitter પર એક યુઝર દ્વારા 16 ઑગષ્ટના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે નોઈડાની ટ્રાફિક પોલીસના ધ્યાને આવતા સ્ટંટ કરનાર યુવાન વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ટ્રાફિક પોલીસે વાહનની ઓળખ કરી કાર માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. ખતરનાક વાહન ચલાવવું, સીટ બેલ્ટ ન પહેરવો, ઈન્ડીકેટર વગર લેન બદલવી, જાહેર સ્થળે પરવાનગી વગર રેસ લગાવવી, કલમ 3 અને 4ના નિયમોના ઉલ્લંઘન જેવા ગુનાઓ સહિતના નિયમોના ભંગ બદલ મોટર વ્હીકલ એક્ટની આ કલમો હેઠળ ટ્રાફિક પોલીસે ચલણ જારી કરી 26,000 રૂપિયાનો દંડ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જાહેર રસ્તાની વચ્ચે દોડતી કારમાં આવો સ્ટંટ ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે કે, જે અકસ્માતોને નોતરે છે. તો બીજી તરફ અન્ય લોકો પણ આવા જોખમી સ્ટંટ કરવા માટે પ્રેરાતા હોય છે. ત્યારે આવા કિસ્સાને રોકવા માટે આ પ્રકારની કડક કાર્યવાહી થાય તે હવે જરૂરી બન્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








