નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: સાયબર ક્રાઈમ અને સાયબર ફ્રોડનો (Cyber Crime) વ્યાપ હવે સરકારી વેબસાઈટો મારફતે થતા ટ્રાન્ઝેક્શન સુધી પહોંચી ગયો હોય તેવી શંકા ઉપજાવે તેવા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે. જેમાં દસ્તાવેજની નોંધણીનું કામ કરતા 35 વકીલ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે તેમના ખાતામાંથી રકમની ઉચાપત થઈ ગઈ છે. સરકારી વેબસાઈટમાં જ બગ હોવાની શંકા પેદા થાય તેવી આ ઘટના છે કારણ કે તેઓ જ્યારે બાયોમેટ્રિક મશીનથી અંગૂઠાની છાપ આપે ત્યારબાદ તેમના ખાતા સફાચટ થઈ ગયા છે. વળી આ કોઈ એક વ્યક્તિ સાથે બનેલી ઘટના નથી આવા 35 વકીલ સિવાયના પણ કેટલાક લોકો હશે જેમની સાથે આવી છેતરપિંડી થઇ હોય. આમ આ મામલે રાજ્ય સરકારે અને રાજ્યની પોલીસે (Gujarat Police) ઉંડાણ પૂર્વકની તપાસ વહેલી તકે કરવી જોઈએ કારણ કે દરરોજ હજારો લોકો દસ્તાવેજ નોંધણી માટે આ સરકારી વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે.
ગતરોજ રાજકોટના 35 જેટલા વકીલો સાથે સાયબર ફ્રોડ થયો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે પીડિત વકીલો પણ અસમંજસમા મુકાયા હતા કારણ કે તેઓ દસ્તાવેજની નોંધણી માટે સરકારી વેબસાઈટનો ઉપયોગ કરતા હોય છે. તેમજ આ વેબસાઈટ પર તેઓ જ્યારે બાયોમેટ્રિક મશીનથી અંગૂઠાનું નિશાન આપી પોતાની ઓળખ આપે ત્યાર બાદ જ ખાતમાંથી રૂપિયા ગાયબ થઈ રહ્યા હતા. આવી ઘટના મોટી સંખ્યામાં થઈ હોય આશંકા પેદા થઈ હતી કે સરકારી વેબસાઈટ હેક થઈ છે કે શું? જેના પગલે ભોગ બનેલા વકીલો રાજકોટ શહેર સાયબર ક્રાઈમના એ.સી.પી. વિશાલ રબારી સમક્ષ ફરિયાદ લઈ પહોંચ્યા હતા.
પોલીસ સમક્ષ પહોંચેલા વકીલોની ફરિયાદ મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. સાથે જ સુત્રો પાસેથી વિગતો મળી રહી છે કે, પોલીસની પ્રાથમિક તપાસ સરકારી વેબસાઈટમાં જ બગ હોવાની દિશામાં ચાલી રહી છે. ઉપરાંત જે ખાતામાંથી રકમની ઉચાપત થઈ છે તે રકમ કયા ખાતામાં જમા થઈ અને કેવી રીતે થઈ તે તમામ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
સુત્રોની વાત માનીએ તો સરકારી વેબાસાઈટમાં બગ હોય તેવું સામે આવે છે તો મોટી સંખ્યામાં અરજદારો કે જે આ વેબસાઈટનો ઉપયોગ કરે છે તેનો ડેટા જોખમમાં છે તેમ કહી શકાય. મહત્વની વાત છે કે હાલ પોલીસ તપાસ કરી રહી હોય ખરેખર સાયબર ક્રિમિનલ કેવી રીતે કળા કરી રહ્યા છે તે સ્પષ્ટ થયું નથી.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








