નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: લોકસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસ પોતાની રણનીતિ બનવાની તૈયારીમાં લાગી ગઈ હોય તેવા દૃશ્ય સામે આવી રહ્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસ INDIA ગઢબંધન અંતર્ગત 26 રાજકીય પાર્ટી જોડે લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) લડવાની તૈયારીમાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) પોતાની અલગ જ રણનીતિની તૈયારીમાં લાગ્યું છે. ત્યારે આજે કોંગ્રેસે આપ ગુજરાતમાં (AAP Gujarat)ભંગાણ કર્યું છે. આપના 20થી વધુ હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. આપમાં જે પ્રકારે કોંગ્રેસ ભંગાણ પાડી રહ્યું છે, તે જોતાં ગુજરાતમાં આપ અને કોંગ્રેસ એક સાથે લોકસભાની ચૂંટણીમાં જોવા નહીં મળે.
ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે સાંસદ શકિતસિંહ ગોહિલએ પદભાર સંભાળ્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો જોવા મળી રહ્યો છે. અગાઉ રાજકોટ આપના કૉર્પોરેટ વસરામ સાગઠીયા તેમના કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે આજે આપના 20થી વધારે હોદ્દેદારો અને કાર્યકરો શકિતસિંહના હાથે કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં ગત વિધાસભામાં લીંમડી બેઠક પર આપમાંથી ચૂંટણી લડનારા જયેશ ઠાકોર, આપ ખેડા જિલ્લા પ્રમુખ નલિન બારોટ, આપ ખેડા શહેર પ્રમુખ સમીર વોરા, આપ ખેડા જનરલ સેક્રેટરી દિનેશ પરમાર, જેતપુર નગર પાલિકાના પ્રમુખ પ્રમોદ ત્રાડા સહિતના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જાહેરાત કરી હતી કે, આગામી લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસ અને AAP INDIA સંગઠન આતર્ગત એક સાથે ચૂંટણી લડશે, પરંતુ ઈશુદાન ગઢવીની આ વાતને કોંગ્રેસ તરફથી કોઈ સમર્થન મળ્યું ન હતું અને હવે હાલ જેવી રીતે કોંગ્રેસ આપના નેતાઓ અને કાર્યકર્તાઓને કોંગ્રેસમાં જોડી રહી છે તે જોતાં લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને AAP એકસાથે ચૂંટણી લડી નહીં શકે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








