Friday, April 26, 2024
HomeGeneralવાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને પટાવાળો દારૂની મહેફિલ માણતા ઝડપાયા

વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને પટાવાળો દારૂની મહેફિલ માણતા ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.મોરબી: Wankaner Liquor Party: રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીની મોટી મોટી ગુલબંગો પોકારવામાં આવે છે. છતાંય અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓની મીલીભગતથી કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘુસાડાય છે એ વાસ્તવિકતા છે. છેલ્લાં થોડાંક સમયથી સરકારી કચેરી અને હોસ્પિટલમાં દારૂની મેહફિલ માણવાની ઘટના સામાન્ય બનતી હોય તેવો ઘાટ ઘડાયો છે. તે વચ્ચે વધુ એકવાર વાંકાનેરની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. મોરબીના (Morbi) વાકાંનેર (Wankaner) સિવિલ હોસ્પિટલમાંથી (Civil Hospital) દારૂની મહેફિલ (Liquor Party) ઝડપાઈ છે. જ્યાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને પટાવાળા દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસે રેડ પાડી તપાસ કરતા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે બાબતે બંને આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ પોતાની ચેમ્બરમાં દારૂની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી સ્થાનિકોને મળતા તેમણે પોલીસને જાણ કરી હતી. પાલીસે સ્થાનિકોને સાથે રાખી સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસ પર રેડ કરી હતી. જે દરમિયાન સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. હરપાલ પરમારની ચેમ્બરમાંથી દારૂની બોટલ અને ગ્લાસ મળી આવ્યો હતો. જેમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને પટાવાળા કૈલાસ રાઠોડ દારૂની મહેફિલ માણતા હોવાનુ સામે આવ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં સમયથી બુમરાણ ઉઠી રહી હતી કે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટના ઓફિસમાં દારૂની મહેફિલ ચાલી રહી છે. જ્યાં સ્થાનિકોને ચોક્કસ બાતમી મળતા પોલીસે રેડ પાડી હતી અને રેડ દરમિયાન સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાંથી દારૂની બોટલ મળી આવી હતી. જે અંગે મોરબી પોલીસે સુપ્રિન્ટેન્ડેન્ટ સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular