પીયૂષ ગજ્જર (નવજીવન ન્યૂઝ. વિરમગામ): માનવ જીવનનું અંતિમ ધામ એટલે સ્મશાન, પરંતુ મોટાભાગના લોકો સ્મશાનમાં રાત્રે જવાનું ટાળતા હોય છે. વિરમગામ શહેરમાં ઐતિહાસીક મુનસર તળાવના કિનારા પર આવેલા શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહમાં એક દંપતિએ અનોખી રીતે સફળ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી કરી હતી. સ્મશાનમાં ચોરીને શણગારી અને શસ્ત્રો મુજબ વિધી કરવામાં આવી હતી.

તેમજ આ ઉજવણીમાં હજાર મહેમાનોએ કાઠીયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમજ લગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવી ભેટ સોગાદો આપવામાં આવી હતી.

સામાન્ય રીતે લોકો પોતાના લગ્નની વર્ષ ગાંઠની ઉજવણી હોટલ, મોલ કે મલ્ટીપ્લેક્ષમાં પરીવાર સાથે જઇને કરતા હોય છે પરંતુ વિરમગામમાં રહેતા સુરેશભાઇ ચંડીએ લગ્ન જીવનના 30 વર્ષ પુર્ણ કર્યાની ઉજવણી પરંપરાગત રીતે કરવાના બદલે સ્મશાનમાં કરવાનું નક્કી કર્યુ હતુ. વિરમગામ સ્થિત શિવ મહેલ સાર્વજનિક સ્મશાન ગૃહનો મુખ્ય દરવાજાને જાણે લગ્નનું ઘર હોય તેમ શણગારવામાં આવ્યો હતો અને સ્મશાનના બગીચામાં લગ્નની જેમ જ ચોરી બનાવવામાં આવી હતી.
લગ્ન જીવનના સફળ 30 વર્ષ પુર્ણ કરનારા દંપતિને સ્મશાનમાં જ અનેક લોકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી અને ભેટ સોગાદો આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિરમગામમાં સુરેશભાઇ ચંડી દ્વારા ઘણા વર્ષોથી શબવાહિનીની સેવા આપવામાં આવી રહી છે.

![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












