નવજીવન ન્યૂઝ. મુંબઈ: ગુરુવારે યુક્રેન પર રશિયાની લશ્કરી કાર્યવાહીની જાહેરાત સાથે સ્થાનિક બજારમાં ખળભળાટ મચી ગયો છે. રશિયાએ યુક્રેનમાં લશ્કરી ઓપરેશન શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ વૈશ્વિક શેરબજારોએ ભારે વેચવાલીની અસર દર્શાવી હતી. બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીના આદેશ આપ્યા હતા, જેની સાથે જ યુક્રેનમાં રશિયાનો હુમલો શરૂ થઈ ગયો છે. આ કારણે શેરબજાર ઝડપથી ગબડ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સમાં ૨,૦૦૦ પોઇન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો.
9.50 વાગ્યે સેન્સેક્સ 2,006.71 અંક એટલે કે 3.51% અને ઇન્ડેક્સ ઘટીને 55,225.35 પર આવી ગયો. તે જ સમયે, નિફ્ટી પણ 572.05 પોઇન્ટ અથવા 3.35% ઘટીને 16,491.20 પર બંધ રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1,461 અંક ઘટીને 55,770 પર, જ્યારે નિફ્ટી 430 અંક લપસીને 16,633 પર ખુલ્યો હતો. પરંતુ રશિયન હુમલાના સમાચારથી રોકાણકારો સતર્ક થઈ ગયા અને બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો.
શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના તમામ શેર ભારે નુકસાન સાથે કારોબાર કરી રહ્યા હતા. સૌથી વધુ નુકસાન એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રા અને એસબીઆઈને થયું હતું. એશિયાઈ બજારોમાં ભારે ઘટાડો નોંધાયો છે, જાપાનના નિક્કેઈમાં 2.17 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં સવારે ૨.૬૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ ૦.૮૯ ટકા ઘટયો હતો.
યુક્રેન-રશિયાની કટોકટીને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ આઠ વર્ષમાં પ્રથમ વખત વધીને 100 ડોલર પ્રતિ બેરલ થયું હતું. શેરબજારોના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ.૩,૪૧૭.૧૬ કરોડના શેર વેચ્યા હતા. પાછલા ટ્રેડિંગ સેશન પર નજર કરવામાં આવે તો, બુધવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં સ્થાનિક શેર બજારોમાં ઘટાડો ચાલુ રહ્યો અને બીએસઈ સેન્સેક્સ 68.62 અંક તૂટ્યો. ક્લોઝિંગ સેશનમાં સેન્સેક્સ 68.62 અંક એટલે કે 0.12 ટકા ઘટીને 57,232.06 પર અને નિફ્ટી 28.95 અંક એટલે કે 0.12 ટકા ઘટીને 17,063.25 ના સ્તર પર બંધ થયા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












