નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે વિવિધ પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ પોતાના અંગત હિતો માટે પક્ષ પલટો કરી રહ્યા છે. થોડા દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસનાં લડાયક નેતા જયરાજસિંહ પરમાર કોંગ્રેસથી નારાજ થઈને ભાજપમાં જોડાયા હતા, તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ ગઇકાલે અમદાવાદ કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ કોંગ્રેસ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતાં કોંગ્રેસનાં પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
દિનેશ શર્માના રાજીનામાં બાદ એવી અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી કે હવે તેમણે ભાજપમાં જોડાશે. જો કે આજે દિનેશ શર્માએ જાતે જ સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાથે ફોટો શેર કરીને આ અટકળોનો અંત લાવી દીધો છે અને જાહેર કર્યું છે કે તેમણે નજીકના સમયમાં ભાજપનો ખેસ ધારણ કરશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે તેમણે જ્યારે રાજીનામું આપ્યું તે સમયે કોંગ્રેસ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે એક પત્રમાં જણાવ્યુ હતું કે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની કાર્યપ્રણાલી અને નિર્ણાયક શક્તિના અભાવને કારણે થતા રાજકીય નુકસાનને પોતાના સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. મેં પક્ષને ઘણી વખત કુંભકરણ નિંદ્રાથી જગાડવાનો પ્રયત્ન કર્યો, પક્ષમાં સંગઠનને મજબૂત કરવા તાત્કાલીક નિર્ણય શક્તિને આગળ લાવવા અને સકારાત્મક સૂચનો કરતો રહ્યો છું પણ આખરે પરિણામ શૂન્ય જ મળતું હતું છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસને અલવિદા કહેવું જ મને યોગ્ય લાગી રહ્યું છે તેવું માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.
આજે દિનેશ શર્માએ પોતાના સોશિયલ મીડિયામાં સી આર પાટિલ સાથે ફોટો શેર કરીને હવે તેમણે પત્રમાં લખેલી લાઇન નવી દિશા અને માર્ગ કઈ તરફ જઈ રહ્યો છે તેનો અંદાજો આપણે લગાવી શકીએ છે. હજુ ચૂંટણીને કેટલાક મહિનાઓની વાર છે ત્યાં સુધી ભાજપમાં વિપક્ષના કેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે તે જોવું રહ્યું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












