નવજીવન ન્યૂઝ.જામનગરઃ સામાન્ય રીતે આપણે પ્રસંગોમાં ક્યાંય ગયા હોઈએ અને આપણા સગા સંબંધીઓને સાથે આવવા આવકારો આપીએ એવી એક સહજ બાબત આપણે જાણીએ અને જોઈએ છીએ પણ જામનગરમાં જ્યારે આવો આવકારો મુખ્યમંત્રી દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારને આપી ત્યાં જ હાસ્યની છોળ ઉડી ગઈ. અહીં અહેવાલના અંતે વીડિયો દર્શાવ્યો છે.
બન્યું એવું કે જામનગરમાં ભાગવત સપ્તાહ ચાલી રહી છે જેમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓની હાજરી હતી. અમદાવાદના દાણીલીમડા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમાર પણ અહીં હાજર હતા. જામનગરમાં મુખ્યમંત્રી સહિતના ભાજપના નેતાઓ પણ હતા. કાર્યક્રમ પછી જ્યારે મુખ્યમંત્રી પરત જતા હતા ત્યારે કારમાં બેસતા પહેલા મુખ્યમંત્રીએ શૈલેષ પરમારને કહ્યું કે તમારે આવવાનું હોય તો બેસી જાઓ, અમે કોઈને ના નથી કહેતા. આટલું સાંભળતા શૈલેષ પરમાર સહતિના ત્યાં હાજર લોકો હસી પડ્યા હતા.
જામનગરમાં ભાગવત સપ્તાહમાં રોજ કોઈને કોઈ રાજકીય નેતાઓ જોવા મળે છે ત્યાં કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે હાજરી આપી હતી, જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ એક જ મંચ પર જોવા મળ્યા હતા. દરમિયાન કાર્યક્રમમાંથી પરત જતાં મુખ્યમંત્રીને ભાજપના નેતાઓ સહિત શૈલેષ પરમાર પણ કાર સુધી મુકવા માટે ગયા હતા ત્યારે મુખ્યમંત્રીએ તરત કહ્યું કે, તમારે આવવાનું હોય તો બેસી જાઓ હાલો. ભાજપના બીજા નેતાઓ પણ શૈલેષ પરમારને કારમાં બેસાડવા આતુર જોવા મળ્યા હતા. જોકે એક હાસ્ય સાથે શૈલેષ પરમારે ના કહી અને ત્યાં જ અન્ય લોકો પણ હસી પડ્યા હતા.
Video: જામનગરમાં CMએ કોંગ્રેસના શૈલેષ પરમારને ગાડીમાં બેસતા પહેલા કહ્યા આ શબ્દો અને હાસ્યની છોર ઉડી#Jamnagar @Bhupendrapbjp #Congress #BJP #BhagwatSaptah #Election2022 pic.twitter.com/wSjnHYMIAu
— Urvish patel (@reporterurvish) May 7, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











